________________
કુરગડુ સાધુની કથા કેઈ ઉપાશ્રયમાં ચાર સાધુઓ રહેલા હતા, તેઓ માસ ખમણને તપ કરતા હતા. ત્યાં એક ક્ષુલ્લક સાધુ સુધાને નહીં સહન કરવાથી નવકારશીનું પ્રત્યાખ્યાન કરીને પ્રાત:કાળે જ આહાર લેતે હતે. તપસ્યા કરવામાં તત્પર એવા દરેક સાધુએની પાસે જઈ તેમની વૈયાવચ્ચ કરીને પછી તે ભેજન કરતા હતા, તે પણ તેને મુનિભક્તિમાં કદાપિ તૃપ્તિ થતી નહીં. તે હમેશાં ગડુક પ્રમાણ દૂર (ભાત) ખાતો હતું તેથી લેકમાં તેનું ફરગડુ એવું નામ પ્રસિદ્ધ થયું હતું.
એકદા શુભ મનવાળા તેણે ફૂર વેરી લાવીને તેનું પાત્ર માસખમણવાળા ચારે સાધુઓને બતાવ્યું, ત્યારે તેઓએ ઈર્ષ્યાથી તે પાત્રમાં શું શું કરીને થુંક નાંખ્યું. તે જોઈ તેણે વિચાર્યું કે –“ આ તપસ્વીઓને મેં થુંકવાની કુંડી આપી નથી તેથી તેને આમાં થુંકવું પડયું માટે મારે જ દેષ છે, તેમને કાંઈ પણ દેષ નથી. કેમકે થયેલી બાધાને રોકવી મુશ્કેલ છે.” એમ વિચારી થુંકવાળે કર દૂર કર્યા સિવાય મત્સર રહિત તેણે શુભ ભાવથી તે અન્ન જુગુપ્સા કર્યા વિના ખાધું. પછી તે ક્ષુલ્લક મુનિ શુભ અધ્યવસાયની વૃદ્ધિ થવાથી મેક્ષરૂપી મહેલની નસરણું સમાન ક્ષપકશ્રેણિ પર આરૂઢ થયા, તેવા ઉત્કટ પ્રશમના પ્રભાવથી તેના ઘનઘાતિ કર્મો સડેલી દેરીની જેમ તત્કાળ ત્રુટી ગયા અને સર્વને આશ્ચય કરનારૂં કેવળજ્ઞાન ઉત્પન્ન થયું. આકાશમાં દેવદુંદુભિને નાદ થયો અને શાસનદેવી આવીને તેને કેવળજ્ઞાનને મહોત્સવ કરવા લાગી. તે જોઈને ચારે તપસ્વીઓ બોલ્યા કે –“હે દેવી ! અમને તપસ્વીઓને મૂકીને તમે આ ક્ષુધાતુર સાધુને કેમ નમે છે?” ત્યારે દેવીએ કહ્યું કે –“ મુનિઓ! તમે આ કેવળીની આશાતના ન કરે.” એમ કહીને દેવીએ તત્કાળ સુવર્ણનું કમળ વિકવ્યું.