________________
(se)
અને ત્યાર પછી પાલક દ્રવ્યથી વંદના કરી છે. દ્રવ્ય અને ભાવ વદનામાં મેરૂ અને સરસવના જેટલા તફાવત છે. પાલક અલભ્ય છે, અને શાંખ ચરમ દેહધારી છે. '' આ પ્રમાણે પ્રભુના મુખથી સાંભળીને શ્રીકૃષ્ણે પેાતાની પુરીમાં ગયા અને તેણે જળની જેવા નિર્મળ ચિત્તવાળા શાંખને તે અશ્વ આપ્યા. આ દૃષ્ટાંત જાણીને તત્ત્વજ્ઞાનીઓએ વિધિ પ્રમાણે ભાવથી ગુરૂ વદન કરવું.
આ પ્રમાણે મનેાહર ફળને આપનારાં આ પાંચ દૃષ્ટાંતા સાંભળીને ભવ્ય પ્રાણીએ સ`સાર રૂપી સમુદ્રને તારવામાં પ્રવહેણ સમાન અને ચિંતાર્માણ રત્નની જેમ પ્રાણીઓના મનવાંછિત સમગ્ર પદા` દેવામાં ઉત્સુક એવી મુનીંદ્રના ચરણ કમળની વંદના કરવામાં નિરંતર ભકિત થી ઉષમ કરવા.
આપ્રમાણે શ્રીતપગચ્છ રૂપી આકાશમાં સૂર્ય સમાન મહે।પાધ્યાય શ્રીધર્મહંસ ગણના શિષ્ય ઉપાધ્યાય શ્રીઈંદ્રહ સગણુએ રચેલી શ્રી ઉપદેશકલ વલ્લી નામની ટીકાને વિષે પ્રથમ શાખામાં ગુરૂને વાંદણાં દેવાના વિષયમાં શ્રીશીતળાચાય વિગેરેના પાંચ દૃષ્ટાંત વિગેરેના વન રૂપ છઠ્ઠા પલવ સમાપ્ત થયા.
પલ્લવ ૭.
જેમના ચરણનો આશ્રય કરવાથી સ્વસ્તિક ( સાથીએ ) હજુ સુધી લેાકેાના મગળને માટે થાય છે, અને જેમનું તેજ સૂર્યની જેવું ઉગ્ર છે, તેવા સાતમા અરિહંત તમારી લક્ષ્મીને માટે થાયે..
શ્રીગુરૂવંદનનું દ્વાર કરી રહ્યા પછી હવે પ્રતિક્રમણુ નામનું સાતમુ દ્વાર પ્રતિપદન કરવા માટે કહે છે.-શ્રીવીતરાગના ધર્મથી શાભતા હૈ ભવ્ય જીવે ! તમારે એકાગ્ર ચિત્ત વડે વિધિ પ્રમાણે પ્રતિ ક્રમણ કરવામાં ઉદ્યમ કરવા. પ્રતિક્રમણ શબ્દનો અર્થ આ પ્રમાણે છે. અતિચારવાળા સ્થાનથી જે પાછું ફરવુ તે પ્રતિક્રમણ કહેવાયછે. કહ્યું છે કે-“ પ્રાણી પ્રમાદના વશથી પેાતાનુ સ્થાન તજી બીજે