________________
( ૧૪૩ )
સારા મનોરથ ઉત્પન્ન થતાજ નથી, અને કદાચ થાય તે તે તરતજ વિનાશ પામે છે. જુએ, કાસના વૃક્ષને પુષ્પ તે આવે છે, પરંતુ તેને ફળ થતાં જ નથી.’ ભેાજન કરી રહ્યા પછી શ્રેષ્ઠીએ તેને પાનના બીડાને ઠેકાણે ખેરનુ ચણું આપ્યું. પછી તેણે આખા દિવસ મંત્રીને પેાતાની સાથે ઉઘરાણીમાં ફ્રેબ્યા. રાત્રિ સમય થતાં મંત્રીને દાસની પાસે સુવાડડ્યા. માંકડ વિગેરેના ઉપદ્રવથી નિદ્રા રહિત સુતેલા મંત્રીએ અર્ધ રાત્રે કાઈ ને જોઇ. તેણીએ તે દાસને કહ્યું કે—“ હું કામ કરવામાં મૂર્ખ દાસ ! તે આજે દૂધનુ પાત્ર ભાંગી નાખ્યુ તે તારા માટા અપરાધ થયા છે, તા પણ આ એકવાર તને મારીી આપુ છું. હવેથી એવુ કાર્ય કરીશ નહીં. ” એમ કહી તે સ્ત્રી જતી રહી તેને મત્રીએ જોઇ.
પ્રાત:કાળે ઉઠીને મત્રી ભાગદેવ શેઠને ઘેર ગયા. તેનું ઘર સાત માળનુ હતુ, તે ઘર વિમાનની જેમ દેવકુમાર જેવા મનુપ્યાથી ભરેલુ હતુ. ત્યાં જતાંજ દ્વારપાળે સન્માનથી તેમને આસન આપી બેસાડયા. તેટલામાં અશ્વ ઉપર બેઠેલા, માટી સમૃદ્ધિએ કરીને મનેાહર, મયૂરપિચ્છના છત્રવડે સૂર્યના તાપનુ નિવારણુ કરતા, એક કરોડ દ્રવ્યના સ્વામી અને ઘણા યાચકારૂપી વૃક્ષાને સિચન કરનાર ભાગદેવ ઘણા પરિવાર સહિત રાજસભામાંથી ઘેર આવ્યેા. તેને મત્રી ઉભા થઈને મળ્યા, એટલે શ્રેષ્ઠીએ તેની સાથે સ્નેહથી કુશળતાના પ્રશ્નપૂર્વક વાતચીત કરી. ‘ જ્યાં આગત સ્વાગતના પ્રશ્ન પણ ન હોય તે ઘર પડિતા તજી દે છે.’ પછી શ્રેષ્ઠી મત્રી સહિત સ્નાન તથા દેવપૂજા કરીને લેાજન કરવા બેઠા. તે વખતે પાટલા ઉપર પ્રથમ સુવર્ણના થાળ મૂકાયા. પછી જાણે હાલતી ચાલતી સાક્ષાત્ લક્ષ્મી દેવી હાય એવી, કમળના સરખા નેત્રવાળી, મનેાહર અલ કારાને ધારણ કરનારી અને કસ્તુરીના સુગધવાળા વઅને પહેરનારી તેની