________________
( ૧૪૪ )
પીરસવા આવી. તેમાં દ્રાક્ષા, ખજૂર, નારિંગ અને પક્વાન્નવડે મનેાહર, ઉત્તમ રસવાળી અને સ્વાદવડે જિજ્તા ઇંદ્રિયને સુખ આપનારી સુખડી, ઘટના આકારવાળા સુગંધી સિ ંહકેસરીયા લાડુ, દેવતાઓના મનને પણ આનંદ આપનારા ઉત્તમ બીજા લાડુ, છત્રીશ પ્રકારના પક્વાન્ના, નવા શાળીના ભાત, સારી વઘારેલી દાળ, સુગ ંધી શ્રી તથા ખંજી ઉત્તમ ઉત્તમ ભેાજનની વસ્તુ
એ પીરસી. મત્રી તથા ભાગદેવ તે ઉત્તમ ભેાજનને વારંવાર સ્વાદ લઈ અનુક્રમે સર્વ રસાઈ જમ્યા. ભેાજનને અંતે શ્રેષ્ઠીએ દહીં માગ્યું, તે વખતે તેના ચાકર એ દિવસનું અસાર દહીં લાવતા હતા, તેટલામાં કાઇ પાસેના ગામના ખેડુત તાજું દહીં શેઠને ભેટ કરવા લાગ્યેા. તે દહીં દાસે તેમને પીરસ્યું. તે જમીને અને અત્યંત તૃપ્તિને પામ્યા. ભાજન કરી રહ્યા પછી કપૂર વિગેરે સુગંધી પદાર્થથી સુવાસિત કરેલાં પાનનાં બીડાં ખાઈ ઘેાડીવાર વિશ્રાંતિ લીધી. પછી અને જણા આ પ્રમાણે પરસ્પર ધર્મકથા કરવા લાગ્યા. “જીવ, અજીવ, પુણ્ય, પાપ, આશ્રવ, સવ, નિર્જરા, બંધ અને મેાક્ષ એ નવ તત્ત્વા છે. જ્ઞાનાવરણીય, દર્શનાવરણીય, વેદનીય, માહનીય, આયુષ્ય, નામ, ગેાત્ર અને અંતરાય એ આઠ કર્મ છે. તેમાં જ્ઞાનાવરણીયની પાંચ પ્રકૃતિએ છે, દર્શનાવરણીયની નવ, વેદનીયની એ, માહનીયની અઠ્ઠાવીશ, આયુષ્યની ચાર, નામની એકસો ને ત્રણ, ગોત્રની બે અને અંતરાયની પાંચ ઉત્તર પ્રકૃતિ છે. ત્રણે કાળમાં વર્તનારા છ દ્રવ્યા છે. જીવા છ પ્રકારના ( ષટ્કાયવાળા ) છે, છ લેશ્યાએ છે, પાંચ અસ્તિકાયા છે, વ્રત, ાિંત, ગુપ્તિ વિગેરે ચર્ચાત્રના ભેદ્દા છે. આ સર્વે મેાક્ષના કારણ છે, એમ ત્રણ ભુવનના પૂજ્ય શ્રીજિનેશ્વરાએ કહેલ છે. તે સર્વ ઉપર જે બુદ્ધિમાન પ્રતિત કરે ( સત્ય તરીકે માને ) શ્રદ્ધા કરે તથા તેનું આચરણ કરે તે સમ