________________
( ૧૪ )
ભાવધર્મ મુખ્ય કહેલો છે. કહ્યું છે કે-“ચૂર્ણના પાસ વિના જેમ તાંબુલને રંગીલતે નથી, તેમ ભાવવિના કરેલા દાન, શીળ અને તપ નિષ્ફળ જાણવા. દાનાદિક વિના પણ જે એક ભાવધર્મ સે હોય તે તે લક્ષમીને માટે થાય છે, પરંતુ ભાવ વિના દાનાદિક ગમે તેટલા સેવવામાં આવે તે પણ તે નિષ્ફળ છે. જેમ સિદ્ધરસ વડે લોઢું ઉત્તમ સુવર્ણપણાને પામે છે, જેમ લવણ વડે ભેજન અતુલ રવાદને પામે છે, અને જેમ ચર્ણ વડે તાંબુલ એગ્ય રંગના પ્રકર્ષને પામે છે, તેમ ભાવના સમહ વડે કરેલ ધર્મ પણ મેક્ષને આપનારી લક્ષ્મીને પ્રાપ્ત કરનાર થાય છે. છ ખંડ ભત ક્ષેત્રના સ્વામી શ્રી ભરત ચક્રવર્તી અંતઃપુરની છીએ, અન્ય પરિવાર અને ઉત્તમ શણગાર યુક્ત હતા. તે વખતે અરિસામાં પિતાનું શરીર જોતાં એક અંગુલીને મુદ્રિકા રહિત જોઈને “આ કેળના ગર્ભની જેવા અસારા શરીરને ધિક્કાર છે.” ઈત્યાદિ ભાવના ભાવતાંજ કેવળજ્ઞાન પામ્યા હતા. સર્વ ધર્મ ભાવ સહિત કરવામાં આવે તે જ તે પ્રાણીઓને આલોક અને પરલેક સંબંધી અસંખ્ય સુખની પ્રાપ્તિને માટે થાય છે. પ્રજાનું પાલન કરવામાં તત્પર મિત્રસેન નામને રાજા જે પ્રકારે ભાવથર્મનું સેવન કરી મેક્ષને પામ્યું, તે દષ્ટાંત નીચે પ્રમાણે–
મિત્ર સેનની કથા. આ ભરતક્ષેત્રને વિષે તાલિખી નામની નગરી છે. તેમાં રત્નમય પ્રાસાની ઉછળતી કાંતિ વડે સમગ્ર દિશાએ નિરંતર પ્રકાશમાન લેવાથી રાત્રિ દિવસન વિભાગ જાણી શકાતે ન હતું. તે નગરીમાં અમિત્ર (શત્રુ) ની સેનાને જીતનાર મિત્રસેન નામને રાજા હતે. દર્પણની જેમ તેના હૃદયમાં સર્વ ગુણોને સંક્રમ થયે હતે. વહાણની જેમ તે જગતના લેકેને દુઃખ
૧ કપ ચુને,