________________
(૧૪૧ ) સાગરમાંથી તારનાર હતે. રવૈયાની જેમ તે પૂર્વના રાજાઓના યશસાગરનું મથન કરનાર હિતે. અનીતિ રૂપી પિોયણાની શ્રેણિને સંકેચ કરવામાં તે સૂર્ય સમાન હતું. પ્રજાપાલનના વિચારોથી તાપિત થયેલા શત્રુઓના હદને જળની જેમ શાંત કરવા માટે ચંદ્રત્સનાના મિષને ધારણ કરનારી તેની દેદીપ્યમાન દીતિવડે આકાશ વ્યાપી ગયું હતું. જેઓને પ્રથમ ધન રૂપી જળ પ્રાપ્ત થયું નથી એવા યાચક રૂપી ચાતકને તે વર્ષાઋતુના મેઘની જેમ તૃપ્ત કરતે હતો. આવા પાપકારી તે રાજાએ કરીને રાજાવાળી થયેલી તે નગરી શેભતી હતી. પૃથ્વી ઉપર ચક્રવતી જેવા તે રાજાના રાજ્યને સમગ્ર બુદ્ધિના નિધરૂપ સુમિત્ર નામને મંત્રી શોભાવતે હતે.
એકદા તે નગરીમાં સ્વપર આગમને જાણનાર શ્રીમાન વિનયંધર નામના સદગુરૂ અનેક વિદ્વાન મુનિઓ સહિત પધાર્યા. તેમનું આગમન સાંભળી રાજા હર્ષથી તેમની પાસે ગયો. તેમને વંદના કરી તેમના મુખથી સંસાર રૂપી અગ્નિ વડે તાપ પામેલા પ્રાણીઓને શાંતિ આપવામાં અમૃત રસ જેવી આ પ્રમા- . બેની ધમદેશના તેણે સાંભળી—“જિન ધર્મનાં તત્ત્વને વિષે કુશળતા ૧, સર્વ પ્રાણીઓ ઉપર કરૂણ ૨, કષાયનો વિજ્ય ૩, ધર્મસંબંધી કળા ૪, કુસંગને ત્યાગ ૫, કમલા ( લક્ષમી ) નું દાન દ અને ક્રિયા કરવામાં તત્પરતા ૭ એ સાત કકારે મુક્તિને આપનારા છે. આ પ્રમાણે ઉપદેશ આપતા ગુરૂને રાજાએ પૂછયું કે-“હે પૂજ્ય! ભાવ સહિત અને ભાવ રહિત કરેલા સત્કાર્યથી ઉત્પન્ન થએલ પુણ્ય તુલ્ય જ છે કે તેમાં કાંઈ તફાવત છે?” ગુરૂએ કહ્યું કે –“હે રાજા! ભાવ સહિત અને ભાવ રહિત એવા બે પ્રકારના ધર્મો જુદા જુદા ફળને આપે છે. તે તફાવત આ પ્રમાણે છે. ભાવ રહિત કરેલ ધર્મ માત્ર ઘણું ધન જ આપે છે, અને