________________
( ૭ ) તિથિએ જ કરવાનું કહ્યું છે અને ચાતુર્મસિક તથા સાંવત્સરિક પ્રતિકમણ પ્રથમ પૂણિમા અને પંચમીની તિથિએ કરવામાં આવતાં હતાં, પરંતુ હાલ કાલિકાચા નામના પ્રભાવક આચાયના આચરવાથી ચતુર્દશી અને ચતુર્થીની તિથિએ કરવામાં આવે છે. તે પ્રમાણભૂત છે. કેમકે કપભાખ્યાદિકમાં કહેલું છે કે –“કોઈ પણ પંડિત પુરૂષે કોઈપણ વખત અસાવદ્ય (પાપ રહિત) જે કાંઈ કાર્ય કર્યું હોય ( આચરણ કરી હોય) અને તે કાર્ય ત્યાર પછીના બીજા પંડિતાએ નિવાર્યું ન હોય અને ઘણું જનેએ સંમત કરેલું હોય તેવું કાર્ય સર્વને આચરવા ગ્ય સમજવું.” તીર્થંગાર નામના પ્રકીર્ણક (પન્ના) માં પણ કહ્યું છે કે
શાલિવાહન રાજાએ સંઘની આજ્ઞાથી ભગવાન કાલિકાચાચે પાસે ચોથને દિવસે પર્યુષણું અને ચાદશની તિથિએ ચામાસી કરાવી. પ્રથમ માસી પ્રતિક્રમણ પાખીને (ચન્દશીને દિવસે ચાર પ્રકારના સંધના નવસો ને ગાણું માણસોએ મળીને આચર્યું તેથી તે પ્રમાણભૂત છે. ” | સર્વ અતિચારોથી શુદ્ધ થવા માટે તથા પવિત્ર પુણ્ય ઉપાર્જન કરવા માટે ભવ્ય પ્રાણીઓ એ આદરથી બન્ને વખતે સવારે સાંજે) પ્રતિક્રમણ કરવું. તેની ઉપર અષધનું દ્રષ્ટાંત આપે છે–એક ઔષધ એવું હોય છે કે તે વાપરવાથી રોગ હોય તે તેને નાશ થાય છે અને રોગ ન હોય તો નવ રેગ ઉત્પન્ન થાય છે, બીજું ઔષધ એવું હોય છે કે રોગ હોય તે તેને નાશ કરે છે, અને ન હોય તે બીજે કાંઈ વિકાર કરતું નથી, અને ત્રીજું ઔષધ એવું હોય છે કે જે રોગ હોય તે તેનો નાશ કરે છે, અને રોગ ન હોય તો શરીરને પુષ્ટ કરે છે. તે જ પ્રમાણે ત્રીજા *ષિધની જેવું આ પ્રતિક્રમણ છે. એટલે કે જે અતિચાર લાગેલ હોય તો તેની શુદ્ધિ કરે છે, અને અતિચાર લાગેલ ન હોય તે તે ચારિત્રાધમની પુષ્ટિ કરે છે. અનુગદ્વાર વિગેરે સામાં સાધુ અને શ્રાવક બંનેને બંને ટક દરરોજ પ્રતિકમણ કસ્તાનું કહ્યું છે. તે વચન આ પ્રમાણે છે.-- “ સાધુ, સાધ્વી, શ્રાવક અને શ્રાવિકાએ તે (પ્રતિકમણ) માં જ ચિત્ત રાખી, તેમાં જ તન્મય