________________
- ર૪૭
ક બોલ્યા. તેનો અર્થ આ પ્રમાણે હતે-“કંઈ પણ કળાને અભ્યાસ કર્યો નહીં, કોઈ તપસ્યા પણ કરી નહીં, સુપાત્રે દાન પણ દીધું નહીં અને મનહર વય તે જતું રહ્યું. આયુષ્ય, વિત્ત અને યૌવન જતા રહ્યા પછી મનુષ્યને જે મતિ પ્રાપ્ત થાય છે તે જે પહેલાં જ થઈ હોય તો તેને મેક્ષપદ દૂર નથી.” પિતે પારાવાર પુણ્યકાર્ય કર્યા છતાં તેને અલ્પ માનીને સ્વચ્છ મનવાળા મંત્રીએ પોતાના આત્માને માટે શોક કર્યો. અહો! જગતમાં તેની પુણ્ય કરવાની ઈચ્છા કેટલી બધી છે ? જાણે કે તેના આત્માથી જાદી થયેલી અત્યંતર કર્મની રજ હોય તેમ યાત્રાને વિષે યાત્રાળુજનની ઉડેલી રજવડે તેનું શરીર વ્યાસ થયું હતું. આપત્તિને નાશ કરનાર તે મંત્રીએ શત્રુંજયાદિક મહાતીર્થોમાં બારવાર યાત્રા કરીને પિતાના આત્માને પવિત્ર ર્યો હતો. તેરમી યાત્રાને માટે સંઘ સહિત મંત્રીશ્વર ચાલ્યા. અનુક્રમે શત્રુંજયગિરિ દષ્ટિએ પડશે. તેવામાં તેના શરીરે એકદમ અપટુતા થઈ ગઈ. તેથી તેણે તેજ ઠેકાણે પડાવ નાંખી પર્વતને વર્યાપન ઉત્સવ અને સંઘવાત્સલ્ય વિગેરે કરી યાત્રાને પ્રસંગ પૂર્ણ કર્યો. કેટલેક દિવસે શુભધ્યાનમાં તત્પર રહેલા મંત્રીનું ત્યાંજ આયુષ્ય પૂર્ણ થયું. (શત્રુંજય પહોંચ્યા નહીં તેથી તે યાત્રા અરધી કહેવાણી.) તે સ્થાને જે ગામ વસ્યું તે પૃથ્વી પર અંકેવાલિક (અંકેવાળીયું) એ નામે પ્રસિદ્ધ થયું. સંવત ૧૨૭ ના વર્ષમાં મંત્રી સ્વર્ગે ગયા. તે સમાચાર સાંભળી વૈરાગ્યથી તેમના ગુરૂ આચાર્ય મહારાજે આંબેલને તપ શરૂ કર્યો. પ્રમાદ રહિત એવા તે વર્ધમાનસૂરિએ વર્ધમાન તપના અબેલ શરૂ કરતી વખતે આ પ્રમાણે અભિગ્રહ કર્યો કે “મારે તપ પૂર્ણ કરીને વાંછિતને પૂર્ણ કરનાર શ્રીશંખેશ્વર પાર્શ્વનાથને નમસ્કાર કર્યા પછી પારણું કરવું.” પછી તપ પૂર્ણ થયે' ત્યારે તે સરિ ૧ આ તપ સતત કરનારને પણ ૧૪ વર્ષ ઉપરાંત વખત વ્યતીત થાય છે.