________________
૨૪૮
આદરથી જિનેશ્વરને વાંદવા ચાલ્યા. માર્ગમાં શ્રમ અને તૃષા લાગવાથી તે એક વૃક્ષની નીચે બેઠા. ત્યાંથી આગળ ચાલી શક્યા નહીં તેથી શ્રીશંખેશ્વર દેવના ધ્યાનમાંજ તત્પર થયેલા તે સૂરિએ ત્યાંજ અનશન કર્યું. પ્રતે કાળધર્મ પામીને શંખેશ્વર જિનાધીશનાજ અધિષ્ઠાયક દેવ થયા. પછી તે દેવે મંત્રીની ગતિ જાણવા માટે ઉપયોગ દીધો, પરંતુ તેનું અવધિજ્ઞાન અપ હોવાથી તે જાણી શકાયો નહીં. તેથી તે દેવે મહાવિદેહ ક્ષેત્રમાં જઈ શ્રી સીમંધર સ્વામીને નમી તેમને મંત્રીની ગતિ પૂછી, ત્યારે દેવેથી જેમના ચરણકમળ સેવાઈ રહ્યા છે એવા તે ભગવાન બોલ્યા કે –મહાવિદેહ ક્ષેત્રના માણિજ્ય સમાન પુષ્કલાવતી નામે વિજય છે. તેમાં લક્ષ્મીને નિવાસસ્થાનરૂપ શ્રીપુડરીકિણ નામની નગરી છે. તેનગરીમાં પુણ્યસમૂહના નિધાનરૂપ વસ્તુપાળને જીવ કરૂચંદ્ર નામને રાજા થયો છે. તે શત્રુંજયાદિક તીર્થોની યાત્રાના મહત્સવ હાલ પણ કર્યા કરે છે, તે અહીંથી દેવ થઈ ત્રીજે ભવે મેક્ષ પદ પામશે. અનુપમા દેવીને જીવ તેજ નગરીમાં શ્રેણીની પુત્રીપણે ઉત્પન્ન થયે છે. તે પુત્રી આઠ વર્ષની થઈ ત્યારે તેણે મારી પાસે દીક્ષા ગ્રહણ કરી છે. તે કાંઈક ઓછા પૂર્વકેટિના આયુષ્યવાળી છે અને આજ ભવમાં મિક્ષ પામનાર છે.” એમ કહીને ભગવાને તે દેવને તે સાધ્વી દેખાડી. દેવે પણ તેને વંદના કરી. ત્યારપછી તે દેવે આ ભરતક્ષેત્રમાં આવી તીર્થયાત્રાના ઉત્સવ કરનારા તે બન્નેની ગતિ કે પાસે કહી બતાવી. તે સાંભળી ઘણા વિવેકી ધનવંતે શત્રુંજયાદિકની યાત્રા કરવા લાગ્યા.'
સત્તીર્થની યાત્રા કરવાથી ઉત્પન્ન થયેલા ઉજવળ યશવડે જેણે સ્વર્ગ પણ શુભ્ર કર્યું હતું એવા આ કૃપા વસ્તુપાળ મેક્ષની યોગ્યતાવાળા થયા. તે જ પ્રમાણે વિકસ્વર આનંદરૂપી કંદવાળા હે વિદ્વાને ! તમે પણ શત્રુંજયાદિક શ્રેષ્ઠ ગિરિપર