________________
રહેલા સમગ્ર તીથની યાત્રા કરી તમારા આત્માને પવિત્ર કરો
ઇતિ શ્રતપગચ્છ રૂપી આકાશને વિષે સૂર્યસમાન મહેપાધ્યાય શ્રી ધર્મહંસગણિના શિષ્ય વાચકેંદ્ર શ્રીઇદ્ધહંસગણિએ રચેલી શ્રીઉપદેશકલ્પવલ્લી નામની ટીકાને વિષે ત્રીજી શાખામાં તીર્થયાત્રાના પુણ્યને પ્રગટ કરનાર વસ્તુપાળના વર્ણન નામ : પચીશમે પલ્લવ સમાપ્ત થયો.
પલ્લવ ૨૬ મો. ચોથા આરારૂપી જિનચૈત્યને વિષે સુવર્ણના કળશની ઉપમાવાળા વર્તમાન ચોવીશીના જિનેશ્વરે તમારા મંગળને માટે થાઓ,
તીર્થયાત્રાનું સ્વરૂપ કહ્યા પછી હવે “ વારંવાર એ ગાથા રૂપ ચોથી શાખાને વિષે ઉપશમ નામનું છવીસમું દ્વાર કહે છે –
'उवसमेति' ઉપશમ એટલે “સંસાર રૂપ બીજના અંકુરાને ઉત્પન્ન કરનાર કષાયની શાંતિ એ અર્થ થાય છે.
વિસ્તરાર્થ—કષાયો ભવરૂપી ચાટામાં નટની જેમ પિતાનાં વિચિત્ર રૂપ દેખાડીને મનુષ્યનું રંજન કરે છે અને તેમના ધર્મરૂપી ધનને મિથ્યા વ્યય કરાવે છે. તે કષાયો ક્રોધ, માન, માયા અને લોભ એમ ચાર પ્રકારના જાણવા, તે મેક્ષ માર્ગનો નાશ કરનારા છે. કહ્યું છે કે-“નિગ્રહ નહીં કરેલા ફેધ અને માન. તથા પ્રસાર પામતી માયા અને લેભ એ ચારે કષાયો પુનર્જ.
મનાં મૂળને સિંચે છે. તે દરેકના વિદ્વાનોએ ચાર ચાર ભેદે કહેલા છે. તેમનાં નામ, સ્વરૂપ અને ફળ આ પ્રમાણે છે. તે