________________
સમૂહને ધારણ કરવાથી જેમ જીવ કહેશને પામે તેમ તે લોઢાના ભારને ઉપાડવાથી માર્ગમાં કલેશને પામતા તેઓ આગળ ચાલતાં રૂપાની ખાણ પાસે આવી પહોંચ્યા. ત્યાં ઘણા લાભની ઈચ્છાથી લે ઢાને વેચી નાંખીને ત્રણ મિએ રૂપું લીધું. પરંતુ ચોથાએ તો લેઢિાને ત્યાગ કર્યો નહી, અને રૂપું લીધું નહી. ત્યારે હિત ઉપદેશ આપનાર તે ત્રણે મિત્રોએ તેને કહ્યું કે –“હે મૂઢ ! આ લોઢાને મોટો ભાર વહન કરવાથી ઘણી આપત્તિ-દુઃખને પામીશ, માટે તે તજી દઈને રૂપુ લે” તે સાંભળીને કદાગ્રહથી વ્યાપ્ત અને વિચાર કરીને રહિત એવું તે બે કે- “કેણ બુદ્ધિમાન :રૂષ અંગીકાર કરેલી વસ્તુને ત્યાગ કરી નવી નવી વસ્તુમાં રાગી થાય? અગીકાર કરેલી વસ્તુને નિર્વાહ કરવામાં તમે જ કેમ આગ્રહી થતા નથી?” તે સાંભળીને આના મનમાં ભૂત ભરાયું છે એમ જાણીને તેઓએ તેની ઉપેક્ષા કરી. પછી વિશેષ લાભને અર્થે તેઓ આગળ ચાલતાં સુવર્ણની ખાણ પાસે આવ્યા. ત્યાં તેઓએ રૂ! - ચીને સુવર્ણ ગ્રહણ કર્યું, અને પેલાએ લોહ ન તજવાથી તેઓએ તેને કહ્યું કે- “ અલ્પ મૂલ્યવાળા લોઢાને વેચીને સુવર્ણ ગ્રહણ કર ” એમ કહ્યા છતાં પણ તેણે તેઓનું વચન માન્યું નહીં. પછી તેઓ શીધ્રપણે ઘણી ભરતીળા રત્નાકર–સમુદ્ર પાસે ગયા. ત્યાં કુશળ એવા તે ત્રણ મિત્રોએ મહાતેજવી રત્નો મળવાથી તે લીધાં. પરંતુ ચોથાએ તે ત્યાં પણ પોતાનો આગ્રહ મૂકયો નહીં, અને તેથી તેણે કાંઈ પણ ધન ઉપાર્જન કર્યું નહીં. જેઓએ અનેક કેતુક જોયા છે એવા તે ત્રણ મિત્રોએ અનેક રત્ન ઉપાર્જન કર્યો. પછી કેટલાક કાળ ત્યાં રહીને ઘણો લાભ મેળવીને પિતાના દેશ તરફ જવા તેઓ તૈયાર થયા. તે વખતે તેમણે ચેથા મિત્રને તૈયાર થવાનું કહ્યું, ત્યારે તે બે કે-“મને અહીં રહેતાં કાંઈ દુઃખ નથી. આજ સુધી મને અહીં સુખે કરીને ભજન, વસ્ત્ર, પાત્ર વિગેરે મળે છે. ” ત્યારે તેઓ બેલ્યા કે અહીં એકલા રહેવાથી તારું રક્ષણ થઈ શકશે નહીં, તેથી જો તું નહીં આવે, તે અમે તને બળાત્કારે લઈ જઈશું.”