________________
(૨૦૫).
સાધુ ધર્મના દશ પ્રકારરૂપી દશ કલ્પવૃક્ષોને ઉત્પન્ન થવામાં મેરૂ પર્વત સમાન શ્રી પંચ પરમેષ્ઠી મને અત્યંત સુખ આપનારા થાઓ. જેનું નામ શ્રવણ કરવાથી પણ નાના પ્રકારના ભમાં ઉત્પન્ન થયેલું પાપ નાશ પામે છે, તે શ્રીધર્મહંસ નામના સદ્ગુરૂના ગુણોનું વર્ણન હું કરું છું. (કર્તાએ અહીં પોતાના ગુરૂનું ચરિત્ર આપ્યું છે, તેમાં કેટલેક સ્થાને બહુ અતિશક્તિ કરેલી જણાય છે.)
ગળ આકૃતિવાળા આ તિચ્છ લોકના મધ્યમાં જબદ્વીપ નામનો દિપ છે, કે જે બે સૂર્ય અને બે ચોએ કરેલા ઉદ્યોતથી અત્યંત શોભી રહ્યો છે. તેમાં ભરત નામનું ક્ષેત્ર દક્ષિણ નેત્રની જેવું લે છે. તે મોટા છ ખંડેરૂપી તારાની લક્ષમીવાળું તથા લવણસમુદ્રરૂપી ભ્રકુટિવાળું છે. તેમાં આવેલ મધ્ય ખંડ વખાણવા લાયક છે. કારણકે રેહણાચળ પર્વતની ઉપર રત્નની જેમ તેમાં તેર શ્રેષ્ઠ પુરૂષ ઉત્પન્ન થાય છે. તેમાં ગુજરાત નામનો દેશ વખાણવા લાયક છે. કારણ કે તેના લોકોની જેવા બીજા કોઈ દેશના લેકે ધર્મકાર્યમાં વિવેકી જણાતા નથી. તેમાં સિદ્ધપુર નામનું નગર છે. ત્યાં તે નગરની સ્ત્રીઓથી પરાજય પામેલી સરસ્વતી નિરંતર જળને વહન કરતી રહેલી છે. તેમાં રહેલા ઈ (શેઠીઆઓ) ભદ્ર જાતિના હાથીની ઉપમાને ધારણ કરતા શોભે છે. કારણકે તેઓ લીલા સહિત ગતિ કરે છે, તેમને વર્ણ ઉજવળ છે, અને દાનથી તેમને કર શોભે છે. તે સિદ્ધપુરમાં પ્રાગવાટ વંશમાં મુગટ સમાન, સર્વ વેપારીઓમાં શિરોમણિ અને સમગ્ર ગુણરત્નને સાગર ડુંગર નામે શ્રેણી રહેતે હતે. તેને શીળરૂપી અલંકારથી શોભતી સુહાસણી નામની સ્ત્રી હતી. તેણના મુખની ૬૩ શલાકા પુરૂષો ઉપરાંત નવ નારદ તેમાં ભેળવવાથી cર થાય છે. ૧ નદી ૨ હાથીનું દાન મદ. ૩ હાથીને કર-સંઢ કપિરવાડ.