________________
(૨૦) બીજા ધર્મજય નામના મુનિ હતા. ત્રીજા કળારૂપ કમલિનીમાં હંસ સમાન વિનયહંસ મુનિ હતા. તેમને પંડિત પદ આપતી વખતે જૂઠાક નામના તેના ભાઈએ મહોત્સવ કર્યો હતે. આ સિવાય બીજા પણ ગુણવડે મેટા, યતિઓને વિષે શ્રેષ્ઠ અને સારી પ્રતિષ્ઠાવાળા મુનિઓ જેમ દેવ ઇંદ્રને સેવે અને તારાઓ ચંદ્રને સેવે તેમ તે ગુરૂને નિરંતર સેવતા હતા. તેમજ મેઘમંત્રીએ તથા તેની બહેન મટીએ મહત્સવ પૂર્વક જેમને પ્રવતિની પદે સ્થાપિત કરાવી હતી તે ચારિત્ર ધર્મ પાળવામાં ઉધમવાળી, શ્રેષ્ઠ સાધ્વીઓમાં પણ ઉત્તમ, વિદ્યાવડે સરસ્વતીને પણ જીતનારી, શાળવડે ચંદનબાળાની જેવી શેભતી અને ભક્તિયુક્ત ચિત્તવાળી અભયશ્રી, સુમતિશ્રી તથા સંયમથી વિગેરે સાધ્વીઓ શ્રી ગુરૂની સેવામાં હાજર હતી. આ પ્રમાણે ગુરૂમહારાજ ઉત્તમ પરિવારે કરીને સહિત હતા. નિ:સ્પૃહતાથી દરેક ગામ, દરેક નગર અને દરેક દેશમાં વિચરતા હતા, ત્યાંના શ્રાવકને પ્રતિબંધ પમાડી શ્રાદ્ધધર્મ અંગીકાર કરાવતા હતા, અને સાત ક્ષેત્રમાં ધનને વ્યય કરાવતા હતા. વળી સકળ સંઘને આનંદરૂપ સંપત્તિના આપનારા હતા.
ગરિમા (મેટાઈ) ના સમુદ્ર, ઉજ્વળ યશના રાશિવાળા અને આશ્રિત પ્રાણુઓના વત્સલ એવા શ્રીધર્મહંસ ગુરૂ મહારાજની મેં આ પ્રમાણે સ્તુતિ કરી છે, તેઓ મારા ઉપર પ્રસન્ન થાઓ.
ગુરૂના ગુણના લેશને કહેવારૂપી મંત્રના પ્રભાવને પ્રગટ કરનારા અને બાળક પણ ભણી શકે તેવા આ મનહર કાવ્યને વચનની શુદ્ધિને માટે નિરંતર અભ્યાસ કરે. આ પ્રમાણે વિદ્યારૂપી સમુદ્રના પારને પામેલા શ્રી ધર્મહંસ નામના શ્રેષ્ઠ ગુરૂની