________________
( રર૧ )
મે... ભાવથી સ્તુતિ કરી છે અને અત:કરણપૂર્વક તેમની સેવા કરી છે. એ જ રીતે શ્રેષ્ઠ શ્રાવકા પણ આ કળિયુગમાં સુખકારક એવા જિનધર્મને પામીને ગુરૂની આરાધના કરે.. કેમકે ગુરૂસ્તુતિથી જ ધર્મ વૃદ્ધિ પામે છે.
આ પ્રમાણે શ્રીમાન તપગચ્છરૂપી આકાશમાં સૂર્ય સમાન મહાપાધ્યાય શ્રીધર્મહંસ ગણિના શિષ્ય ઉપાધ્યાય શ્રીઈંદ્ર'સ ગણિએ રચેલી શ્રીઉપદેશકલ્પવલ્લી નામની ટીકાને વિષે ત્રીજી શાખામાં સદ્ગુરૂની સ્તુતિના વિષય ઉપર શ્રીધર્મહ ંસ ગુરૂના વર્ણન નામના એકવીશમા પધ્રુવ સમાપ્ત થયા.
પલ્લવ ૨૨ મા.
યવંશમાં ઇંદ્રધ્વજ સમાન, ભવ્ય પ્રાણીરૂપી કમળના વનને વિકસ્વર કરવામાં સૂર્ય સમાન અને ઇંદ્રનીલ મણિના જેવી કાંતિવડે દૈદીપ્યમાન શ્રીનેમિનાથ જિનેશ્વર જગતના પ્રાણીઓનુ રક્ષણ કરે.
હવે ગુરૂસ્તુતિનું સ્વરૂપ કહ્યા પછી સાધર્મિક વાત્સલ્ય નામનું આવીશમું દ્વાર કહે છે.—
साहम्मियाणवच्छलं "
<6
સાધર્મિક એટલે અણુવ્રતવાળા અને મૂળ તથા ઉત્તર ગુણને ધારણ કરનારા શ્રાવકાનું વાત્સલ્ય એટલે ગૈારવ (ભક્તિ) કરવું તે શ્રાવકાનુ પુણ્યકારક કાર્ય છે. આ શબ્દાર્થ કહ્યા, હવે તેના વિસ્તારથી અર્થ કહે છે.—
કેટલાક શ્રાવકો પાંચ અણુવ્રતવાળા હોય છે, કેટલાક સામાચિક વ્રતમાં ઉદ્યમવંત હાય છે, કેટલાક જિનપૂજા કરનારા હાય