________________
( રરર )
છે, કેટલાક પ્રતિકમણ કરનારા હોય છે, કેટલાક બ્રહ્મચર્યને પાળનારા હોય છે, કેટલાક સચિત્તના ત્યાગી હોય છે, કેટલાક દરરોજ એકાસણું કરનારા હોય છે, કેટલાક પર્વતિથિએ પિષધ વ્રતને ધારણ કરનારા હોય છે, કેટલાક સમક્તિ વડે હૃદયને શોભાવનારા હોય છે, કેટલાક વિવેકી હોય છે, કેટલાક આરભને ત્યાગ કરનારા હોય છે, અને કેટલાક તીર્થયાત્રા કરનારા હોય છે. આવી રીતે પૃથ્વી પર અનેક પ્રકારના પુણ્યકાર્યને કરનારા જે શ્રાવકે હોય તેમનું વાત્સલ્ય વિવેકી જનેએ કરવું ઉચિત છે. સજીને સન્માનપૂર્વક શ્રાદ્ધજનોને સાકર, ખારેક, ધરાખ, ટેપરાં વિગેરે તથા અનેક પ્રકારનાં પકવા, ઘણાં ઘીવાળાં અન્ન, સુગંધીક તાંબળ અને કસ્તુરી વિગેરે ઉત્તમ વસ્તુઓ આપવાવડે તેમની ભક્તિ કરવી. તેમજ જળ, દુધ વિગેરેનું પાન કરાવીને અને વિચિત્ર પ્રકારના અનેક દેશમાં ઉત્પન્ન થતાં વસ્ત્રો તથા મુદ્રા, તિલક વિગેરે અલંકારે આપીને તેમનું વાત્સલ્ય કરવું. “ ઘરના આંગણામાં આવેલા સાધમિકને જોઈ જેના હૃદયમાં હર્ષ થતું નથી, તે પુરૂષ સમકિતવંત છે કે નહીં તેને જ સંદેહ છે.” એમ જિન શાસનમાં કહ્યું છે. સાધમિકનું વાત્સલ્ય થતું જોઈને મિથ્યાષ્ટિ પણ જિનધર્મની પ્રશંસા કરે છે, અને તેથી તે સુલભબોધિ થાય છે. મેક્ષફળની ઈચ્છાવાળા સજીએ પિતાના દ્રવ્યને અનુસારે શ્રાવકેને દરેક માસે અથવા દરેક વર્ષે કાંઈક પણ આપવું જોઈએ. જેઓ હર્ષથી સાધમિક જનનું વાત્સલ્ય કરે છે, તેઓની લક્ષમી સફળ છે, અને તેઓનું કુળ ઉજવળ છે. આ હકીકત ઉપર છ આવશ્યકના કરનારા અને ઉત્તમ શ્રાવકમાં મુગટ સમાન પંચાયણ નામના શ્રેષ્ઠીનું દષ્ટાંત છે, તે નીચે પ્રમાણે–