________________
(૨૨૩)
પંચાયણ શ્રેણીની કથા
પૃથ્વીરૂપી સ્ત્રીના મસ્તક પર મુગટ સમાન અમદાવાદ નામનું ઉત્તમ નગર છે. તેમાં કુતુબુદીન નામને સુલતાન સમગ્ર ગુજરાત દેશનું એક છત્રવાળું રાજ્ય કરતે હતા. (તેની રાજધાની હતી. ) તેના નામથી કુર્ણ નામનું નાણું ચાલતું હતું, તેનું મુખ ચંદ્રની જેવું મનોહર હતું અને તેને પ્રતાપ સૂર્યની જે ઉગ્ર હતું. તે નગરમાં પ્રાગ્વાટ વંશમાં મુગટ સમાન મહિરાજ નામે એકી રહેતું હતું. તે વારંવાર શ્રી શત્રુંજય વિગેરે તીર્થોની યાત્રા કરતું હતું, તે સંઘને અધિપતિ થઈને પુણ્યશાળી થયું હતું, તેણે અતુલ લક્ષ્મીનું દાન કરી ઉજવળ યશ મેળવ્યું હતું, તે પિતાની લક્ષ્મીને સફળ કરવા માટે દર વર્ષ સાત આઠ હજાર સાધમિકેને ભોજન કરાવતું હતું, તે નિરંતર સાત ક્ષેત્રમાં પિતાના ધનરૂપી બીજનો સમૂહ વાતે હતે, તથા તેનું હૃદય જિનાગમના વચનરૂપી બાણથી ભેદાયેલું હતું. તે શ્રેષ્ઠીને રામી નામની ભાર્યા હતી. તેની બુદ્ધિ ધર્મથી વાસિત હતી, તેને હસ્તરૂપી કલ્પવૃક્ષ લેકેના વાંછિતને પૂર્ણ કરતા હતા, તથા મેઘમાળાની જેમ તેણુએ ધૃતરૂપી જળની વૃષ્ટિથી સિંચન કરેલા મુનિરૂપી વૃક્ષો કે જે તપવડે સુકાઈ ગયા હતા તેમને નવપલ્લવિત કર્યા હતા. શક્તિમાં જેમ મોતી ઉત્પન્ન થાય તેમ તેણીને જાગાક, સૂર અને પંચાયણ નામના ત્રણ પુત્રો થયા હતા. તે ત્રણે પુત્રે પોતાના વંશમાં ધ્વજ સમાન, ગુણના ભાજન અને કળારૂપી કમળવનમાં કીડા કરનાર હંસની જેવા હતા. તેઓ વણિક કુળમાં ઉત્પન્ન થયેલી અને શીળરૂપી અલંકારથી શેભતી નાથી, રાજુ અને ચપા નામની પ્રિયાઓને પરણ્યા હતા. તે ત્રણે પુત્રામાં જૈનધર્મરૂપી કમળમાં કીડા કરનાર ભ્રમર પંચાયણજ ગુણના