________________
(૨૯) ગુણોએ કરીને સર્વત્ર પ્રસિદ્ધિને પામેલા, સૂત્રોના જ્ઞાનવાળા અને મેરૂ પર્વતની જેવા ઉજ્વળ અંગવાળા શ્રતહેમ નામે હતા. ત્રીજા પૂર્ણિમાના ચંદ્રની જેમ શ્રી ગુરૂના અંતઃકરણરૂપી પિયણાને પ્રસન્ન (
વિસ્વર) કરનાર અને ઇંદ્રીઓના મોટા બળને પણ પરાજય કરનાર અજિતસેન નામના હતા, તથા ચોથા ઉત્તમ શીળને ધારણ કરનાર, અત્યંતર શત્રુસમૂહને જીતનાર, ધર્મનાં કાર્યોનું આચરણ કરનાર, પ્રમાદ રહિત અને સમતાના ઘરરૂપ મુળ નામે હતા.'
તે ગચ્છમાં નિર્મળ મહા વિદ્યારૂપી નદીઓને આલિંગન કરવામાં સમુદ્ર જેવા અને બુદ્ધિના નિધાન સમાન બીજા પણ ચાર સાધુઓ હતા.–તેમાં પહેલા ભાવરન નામના યતિ હતા, તે ભાવથી ગ્રહણ કરેલા વ્રતને પાળવામાં તત્પર અને સદ્દગુણ કરીને સહિત હતા. બીજા ઈંદ્રહંસ નામના યતી. હતા, તે ગુરૂના ચરણકમળમાં હંસ સમાન હતા, અને મેઘ નામના મત્રીશ્વરે તેને મહત્સવપૂર્વક વાચક પદ અપાવ્યું હતું. ત્રીજા મહા ઉદયવાળા ઇદ્રોદય નામના શિષ્ય હતા, તેને વરજાંગ નામના મહેભ્ય મહોત્સવ પૂર્વક પંડિતપદ અપાવ્યું હતું. તથા ચોથા ભુવનમંદિર નામના હતા, તેના થશે ત્રણ ભુવનને વ્યાપ્ત કર્યા હતા, તે સર્વે મુખ્ય શિષ્યમાં પણ પ્રખ્યાત હતા અને નિર્મળ વિદ્વત્તાના સ્થાનરૂપ હતા. - તે ગ૭માં બીજા પણ પૃથ્વીમાં વિદ્યાના નિધિરૂપ અને જગતમાં ઉલ્લાસ પામતા સમગ્ર ગુણોના સમુદ્રરૂપ ત્રણ મુનિઓ હતા. તેમાં પહેલા ચારિત્રનય નામના મુનિ હતા, તે નિરતિચાર ચારિત્ર પાળવામાં કુશળ, કર્મરૂપી વૃક્ષને ઉખેડી નાંખવામાં હસ્તી સમાન અને વિનયવડે યુક્ત હતા. છએ દર્શનના ચલાવનારાઓએ ધર્મથી જ જય થવાનું કહ્યું છે, માટે ધમ કર તેજ શ્રેયસ્કર છે એમ કહેનારા