________________
( ૨૧૮ ):
વાની કળામાં નિપુણ છે. વસુદેવની જેમ અખંડ અને ઉજવળ સભાગ્યવડે દેદીપ્યમાન છે. મંત્રીશ્વર અભયકુમારની જેમ ચાર પ્રકારની બુદ્ધિના નિધાન છે, તથા હરિભદ્ર ગાણની જેમ સાગત બાદ્ધ) ની સ્થિતિને નાશ કરનારા છે. આવા શ્રી જૈનધર્મરૂપી આકાશને શણગારવામાં સૂર્ય જેવા શ્રીગુરૂ મહારાજ ચિરકાળ સુધી જયવંતા વર્તે. આવા લકત્તર ગુણના સમુદ્રરૂપ શ્રીગુરૂ મહારાજને વિધાતાએ પૂર્વના મુનિઓ અને કવિઓના અંશે કરીને –સારવડે કરીને જ જાણે બનાવ્યા હોય તેમ લાગે છે. તપસ્યા કરવામાં તત્પર રહે વાથી તે ગુરૂને આત્મા કર્મોને તિરસ્કાર કરી અગ્નિવડે મળ રહિત થયેલા સુવર્ણની જેમ અત્યંત દેદીપ્યમાન થયા છે. કવિઓ ઘણા શ્લેકેએ કરીને પણ માત્ર શાસ્ત્રને જ પૂર્ણ કરે છે, પરંતુ આ ગુરૂના એક શ્લેકે કરીને પણ ત્રણ લોક વ્યાપ્ત થયા છે એ આશ્ચર્ય છે. વૃદ્ધિ પામતા મેટા ગુણોના ઉત્કર્ષને ધારણ કરનાર આ ગુરૂએ કરીને શ્રીમાન ચંદ્રગચ્છ પૃથ્વી પર નાથવાળો થઈને શોભે છે. મોક્ષમાર્ગને દેખાડનારા ગુરૂને આ અમૃત જે ઉપદેશ મનુષ્યને સંસારથી ઉદ્વેગવૈરાગ્ય પમાડે છે, કારણ કે રંગ સારી વસ્તુથી જ ઉત્પન્ન થાય છે. ગુરૂએ મુખરૂપી ધનુષ્યમાંથી છેડેલા ઉપદેશરૂપી બાણ શ્રેતાવર્ગના હૃદયમાં પિસવાથી તેઓ ઉલટા શલ્ય રહિત થઈને વિચરવા લાગે છે એ આશ્ચર્ય છે.
તે ગુરૂના સંઘાડા (ગ૭)રૂપી મેટા મહેલના મૂળ રતંભ જેવા ચાર સાધુએ ચતુરાઈવડે મનહર હતા–તેમાં ત્રણ ગુપ્ત અને પાંચ સમિતિરૂપી આઠ ઈદ્રિાણીઓને આલિંગન કરવામાં ઇંદ્ર સમાન તથા જ્ઞાન અને વિજ્ઞાનવડે શોભતા શિવશીળ નામના ગુણવાન ગણું પ્રથમ હતા, બીજા સાધુના
૧ કીર્તિ-યશ,