________________
1.
૨૫૮.
પામ્યા. “હે ભો! તમે તપસ્યાવડે શરીરને ભલે કલેશ ન પમાડે, પરંતુ પ્રશમરૂપી સુવર્ણના અલંકારથી અલંકૃત આત્માવાળા તે જરૂર થાઓ.”
ઈતિ શ્રી તપગચ્છરૂપી આકાશમાં સૂર્યસમાન મહોપાધ્યાય શ્રીધર્મ હંસગણિના શિષ્ય વાચકેંદ્ર શ્રીઇદ્રહંસગણિએ રચેલી શ્રીઉપદેશક૫વલ્લી નામની ટીકાને વિષે ચાથી શાખામાં ઉપશમ રસના વિષય ઉપર કુરગડુ નામના ક્ષુલ્લક સાધુના વર્ણન નામનો છવીશમે પલ્લવ સમાપ્ત થયે.
પલવ ૨૭ મે. . . જેઓને આ ભરતક્ષેત્રમાં જિનેશ્વરની અતુલ સમૃદ્ધિ પ્રાપ્ત થવાની છે, તે શ્રી પદ્મનાભ વિગેરે ભાવી તીર્થક અમારા મેટા કલ્યાણને માટે થાઓ.
ઉપશમનું વર્ણન કર્યા પછી હવે વિવેક નામનું સતાવીશમું દ્વાર કહે છે.
વિવેદ” ફરિ. તુલાતત્ત્વનું અને શુભાશુભનું જે જ્ઞાન તે વિવેક કહેવાય છે.
વિસ્તરાર્થ-જેમ મસ્તકને મુગટ પુરૂષના બીજા સર્વ અલંકારેને શોભાવે છે તેમ એક વિવેક જ સમગ્ર ગુણેને શોભાવે છે. કહ્યું છે કે-“સંપત્તિ સહિત વિવેક, વિદ્યાની સાથે વિનય અને ક્ષમાની સાથે સ્વામીપણું એ મહાત્મા પુરૂષનું ચિન્હ છે. સ્વાભાવિક વિવેક એ એક નિર્મળ નેત્ર છે, અને વિવેકીની સાથે સંગ કરે એ બીજું નેત્ર છે. આ બે નેત્રે જેને પૃથ્વી પર ન હોય તે જ પુરૂષ તત્ત્વથી અંધ છે, આ અંધ પુરૂષ ઉન્માર્ગે ચાલે તે તેમાં તેને શો દોષ?” તેથી કરીને આ જગતમાં શ્રેષ્ઠ અને સર્વે ગુણેને અગ્રેસર એક વિવેકજ ધારણ કરવાગ્યા છે. આ વિષય ઉપર હે વિદ્વાન!ભર્તુહરિ રાજાની લેકિક કથા છે. તે તમે સાંભળે.