________________
૨૫૯
ભતૃહરિની કથા. - સર્વ સુખના નિધાન રૂપ માલવ નામને દેશ છે. તેમાં કુબેરની નગરી જેવી ઉજ્જયિની નામની પુરી છે. તેમાં સેમ નામે શક્તિ રાજ્ય કરતે હતે. તે સર્વ પ્રજાઓનું પાલન કરવામાં પિતાની જે વત્સલ હતું. તેને ભહરિ નામે પુત્ર થયું. તે રાજપુત્ર ગુણેની સાથે વૃદ્ધિ પામવા લાગે. “કલિયુગને વા આ પુત્રને પીડા ન કરે એમ ધારી રાજાએ તેને ભેંયરામાં રાખી ભણાવવાની ગોઠવણ કરી. પંડિત તેને વ્યાકરણ વિગેરે શાસ્ત્ર ભણાવવા લાગ્યો તેથી તેની બુદ્ધિ હિમના બિંદુ જેવી અતિ નિર્મળ થઈ. ભણતાં ભણતાં તેના ગુણે વધારે વખાણવા લાયક થયા. “મણિને સંસ્કાર કરવાથી શું તે આધક તેજ ન પામે ?” રાજાએ એ વિચાર રાખ્યું હતું કે-“જ્યારે કુમારને વિવેક ગુણ ઉત્પન્ન થશે ત્યારે તેને ભેચરામાંથી બહાર કાઢીશ.” એકદા ધર્મશાસ્ત્ર સંબંધી વિવાદમાં રાજપુત્રની પાસે પ્રગટ અર્થવાળી આ એક આર્યા (શ્લેક) કેઈક બોલ્યું.
दानं भोगो नाश-स्तिस्रो गतयो भवन्ति वित्तस्य । यो न ददाति न भुंक्ते, तस्य तृतीया गतिर्भवति ॥१॥
દાન, ભેગ અને નાશ એ ત્રણ ગતિ દ્રવ્યની છે. તેમાં જે પુરૂષ દાન દેતા નથી તથા ભેગવતે નથી તેના ધનની ત્રીજી (નાશ રૂપ) ગતિ થાય છે.”
સમુદ્રની પુત્રી લક્ષ્મીની ગાત્ર, પાત્ર અને ક્ષાત્ર એ ત્રણ ગતિ છે. એમ શાયવેત્તા કહે છે. વળી કહ્યું છે કે-મૂઢ પુરૂષ ગાત્રમાં (શરીરમાં) ધનની યોજના કરે છે, પંડિત પુરૂષ પાત્રને વિષે ધનની ચેજના કરે છે, માત્રને વિષે ભગવ્યું ન હોય અને પાત્રને વિષે આવું ન હોય તે તે મનુષ્યનું ધન ક્ષાત્ર-ખાતરવડે નાશ પામે છે.” આ પ્રમાણે સાંભળતાં ભેંયરામાં રાજપુત્રને સંદેહ ઉત્પન્ન થયે, તેથી હાથમાં આપેલી દેરી તેણે ચલાવી, ત્યારે બહાર રહેલા પંડિતે બે ત્રણ વાર તે ગાથાની વ્યાખ્યા કરી, તેપણ કુમારે દેરી ચલાવી ત્યારે.