________________
( ૧૪૬).
ન અને ભેજન કરવાથી શક્તિ, પુરૂષત્વ અને સારી સ્ત્રી, વૈભવ અને દાન દેવાની શક્તિ-આ સર્વ વિશુદ્ધ તપનું ફળ છે.” ( આ પ્રમાણે દેવીનું વચન સાંભળીને મંત્રી સુખે નિદ્રાવશ થયે, પ્રાત:કાળે શ્રેષ્ઠીએ વસ્ત્રાદિકવડે મંત્રીને સત્કાર કર્યો પછી મંત્રી પોતાના નગરમાં આવે, રાજાને તેણે ત્યાંનું સ્વરૂપ નિવેદન કર્યું. તે સાંભળી રાજા આશ્ચર્ય પામે. ત્યારપછી મંત્રી સહિત રાજા ભાવથી સમ્યક્ પ્રકારના ધર્મનું આરાધન કરી ભવાંતરે દેવલેકમાં જઈ ત્યાંથી મનુષ્ય થઈ અનંત મેક્ષસુખને પામશે. તેથી કરીને વિવેકી પ્રાણીઓએ શુભ ભાવવડે ધર્મ કરે. કેમકે ભાવ વિના કરેલા ધર્મનું સંપૂર્ણ ફળ મળતું નથી. વળી કિયા વિનાને ભાવ અને ભાવ વિનાની ક્રિયા એ બન્ને વચ્ચે પણ સૂર્ય અને ખત જેટલું અંતરું છે. ' આ પ્રમાણે હે ભવ્ય પ્રાણીઓ ! મિત્રસેન રાજા અને સુમિત્ર મંત્રીએ ભાવથી સુકૃત કર્યું, તેમ તમે પણ શુભ ભાવપૂર્વક ધર્મકર્મમાં અત્યંત ઉદ્યમ કરે. . આ પ્રમાણે શ્રીતપાગચ્છ રૂપી આકાશમાં સૂર્ય સમાન મહેપાધ્યાય શ્રી ધર્મહંસગણિના શિષ્ય ઉપાધ્યાય શ્રીઇંદ્ધિહંસ ગણિએ રચેલી શ્રીઉપદેશક૫વલ્લી નામની ટીકાને વિષે બીજી શાખામાં ભાવધર્મની આરાધનાના વિષય ઉપર મિત્રસેન રાજાના વર્ણનરૂપ ચૌદમે પલવ સમાપ્ત થયે.
" પલવ ૧૫ મ. જેમ ચર પક્ષી ચિત્તમાં ચંદ્રનું ચિંતવન કરે છે, જેમ ચક્રવાક પક્ષી સૂર્યનું ધ્યાન ધરે છે અને જેમ મયૂર અત્યંત ગર્જના કરતા નવા ઉન્નત મેઘનું ધ્યાન કરે છે, તેમ છે ધર્મ નાથ જિતેંદ્ર ! પ્રાણીઓ તમારા દર્શનનું સ્મરણ કરે છે. " ભાવનું સ્વરૂપ કહ્યા પછી હવે સ્વાધ્યાય નામનું પંદરમું દ્વાર કહે છે.