________________
જગતમાં મનુષ્યને પૂર્વ પુણ્યના પ્રભાવથી નિર્ગળ સુખસંપત્તિ પ્રાપ્ત થાય છે. પંડિતોએ ધર્મ જે નથી તો પણ તે શુભ ઉદય ધર્મ છે એમ તર્કથી સિદ્ધ કરે છે. જેમ નદીમાં પૂર આવેલું છે પર્વત પર વૃષ્ટિ થયાનું અનુમાન કરી શકાય છે. જે પિતાનું પુણ્ય ન હોય તે સમૃદ્ધિવાળા દેશને ભેગવનાર રાજાની સેવા કરી હોય તે પણ તે શું કોઈને કોઈ પણ આપે ? કહ્યું છે કે રાજા ચિરકાળે સેવ્યા છતાં પણ પુરૂષના પુણ્ય વિના તેના પર તુષ્ટમાન થતો નથી. જુઓ કે અરૂણું નામ સાથે જન્મથી જ સૂર્યની સેવા કરે છે તે પણ તે ચરણ રહિત જ રહ્યો છે. આ પ્રમાણેના તેનાં વચન સાંભળીને પુરોહિતે વિચાર્યું કે-“રાજાએ આના પર આટલે બધો ઉપકાર કર્યો છે તે પણ આ તેને એળવે છે માટે આને ધિક્કાર છે! કહ્યું છે કે હે વામન અત્યંત ઉંચા વૃક્ષનું ફળ વાયુએ તને આણું આપ્યું તે ખાઈને તું તૂત થયે તે તે યંગ્ય જ છે, પરંતુ એ ફળ મેં મારા સત્વથી મેળવ્યું એ પ્રમાણે તું જે ગર્વ કરે છે તે તારી જ હાંસીને મટે છે. અથવા તે આમાં આને દોષ નથી. કારણકે આ કળિયુગને સમય છે, તેમાં વિધાતા આવા જ પુરૂષને ઉત્પન્ન કરે છે.' આ કાળમાં ઉપકાર કર્યા છતાં પણ મનુષ્ય કૃતની થાય છે, તેથી હું વિચારું છું કે જગતના જીવોનું હવે શું થશે ?”
આ પ્રમાણે વિચાર કરી પોતાના મનમાં ખેદ પામી પુરે હિતે એકદા એકાંતમાં ભીમ રાજાને કહ્યું કે-“હે રાજા ! મોટા ઉંચ કુળમાં ઉત્પન્ન થયેલા અને પરાક્રમની સંપદાથી યુક્ત એવા ક્ષત્રિયોને ત્યાગ કરી તમે વણિક માત્રને કેમ માન આપે છે ? એ વણકને દંડનાયકની પદવી આપવાથી તમારી સાભા કે મટાઈ કાંઈ નથી. સમુદ્ર અને રાજાને એક ગુણ હોય છે, તે એ કે જે લઘુ હોય તેને મસ્તક પર ધારણ કરે છે અને જે ભારે હોય તેને નીચે ફેંકી દે છે. જયારે તમારે વિપત્તિને સમય આવશે ત્યારે ક્ષત્રિયે જ કાર્ય કરનારા થશે, તેથી કરીને વિષ્ઠ વણિકને મંત્રી પદ આપવું તે યોગ્ય નથી. પિતાને અને પર કેટલે તફાવત છે તે જુઓ કે જયારે વૃક્ષ પૃથ્વી