________________
(૧૮) રંજન કરતે હતે. અને અવસર જોઈને રાજાનું અને સમગ્ર સભાનું નવા અને પ્રાચીન કાવ્યાદિકના વિદવડે રંજન કરતે હતે.
એકદા સર્વદેવે પૃથ્વીમાં દાટેલે સુવર્ણ નિધિ ઘણી રીતે જે–તપા, પણ સમુદ્રમાં મીઠા જળની જેમ તે તેને હાથ લાગે નહીં. તેથી તેણે અનેક જેશીઓને તથા નિમિત્તિયાએને તે વિષે પૂછ્યું, પરંતુ કઈ પણ પ્રકારે તે સુવર્ણના નિધિ પ્રગટ થયે નહીં-હાથ લાગે નહીં. અન્યદા તે નગરીના ઉદ્યાનમાં મુનીશ્વરને આવેલા જાણી નગરજને તથા સર્વદેવ બ્રાહ્મણ પણ ત્યાં જઈ તેમને નમસ્કાર કરી ગ્ય સ્થાને બેઠે. તે વખતે પપકાર કરવાની જ બુદ્ધિવાળા મુનીશ્વરે ભાદરવા મહિનાના મેઘની જેવા ગંભીર ધ્વનિવડે સુખ આપનાર ધર્મને ઉપદેશ કર્યો. દેશનાને અંતે શુભ ભાવરૂપી અમૃતવડે સિંચાયેલા નગરજને પિતાને સ્થાને ગયા. ત્યારપછી સર્વદેવ બ્રાહ્મણે ગુરૂને પૂછ્યું કે– હે જ્ઞાની ! મારે નિધિ કયાં છે? તે મને કહો. મારે સ્ત્રી છે, બે પુત્ર છે, મોટું કુટુંબ છે, તથા રાજ્યમાં પણ મારું સારૂં માન છે, પરંતુ નિધાનના નાશની વ્યથાથી હું અત્યંત દુખી છું.” ગુરૂએ કહ્યું—“ જે તમને નિધાન પ્રાપ્ત થાય તે તેમાં અમને શું લાભ?” તે બે –“તે મારે નિધિ મને હાથ લાગે તે તેમાંથી આપને હું અધ ભાગ આપીશ.” આ પ્રમાણે તેણે પ્રતિજ્ઞા કરી ત્યારે ગુરૂએ નિધાનનું ઠેકાણું તેને કહ્યું. પ્રાણ પિતાના ભાગ્યને પામે તેમ તે બ્રાહ્મણ મુનીશ્વરે કહેલા સ્થાનથી જ નિધિને પામીને હૃદયમાં ઘણે હર્ષ પામ્યું અને મારા પર મુનિને અવિશ્વાસ ન થાએ એવા હેતુથી માટીના લેપવાળા તે નિધાનને જેમનેતેમ ગુરૂની પાસે લઈ જઈને મૂકો. પછી મુનિના દેખતાં જ તેણે તે સુવર્ણના સરખા બે ભાગ પાડ્યા અને કહ્યું કે—હે પૂજ્ય! આ અર્ધ સુવર્ણ ગ્રહણ કરી અને અનુણી (દેવા રહિત)