________________
(૧૭૯) અશોક માળીની કથા. મહારાષ્ટ્ર નામના મોટા દેશમાં હલુર નામના ગામમાં અશોક નામનો માળી રહેતું હતું, તે હંમેશાં નવ પુષ્પવડે જિનેશ્વરની પૂજા કરતો હતો, તેથી તે નવ કરોડ અને નવ લાખ સુવર્ણ અને રત્નોનો સ્વામી થયે, નવ લાખ ગામને પ્રભુ થયે, નવ નિધિને સ્વામી થયો. છેવટ રાજ્યનો ત્યાગ કરી ચારિત્ર ગ્રહણ કરી મરણ પામી અનુત્તર વિમાનમાં દેવ થયે, ત્યાંથી એવી મનુષ્ય ભવ પામી રાજા થઈને સિદ્ધિપદને પામશે. આ પ્રમાણે અશેક માળી હર્ષપૂર્વક નવ પુષ્પોએ કરીને પ્રભુના નવ અંગની પૂજા કરવાથી આશ્ચર્યકારક વિચિત્ર સમૃદ્ધિને પામ્યું હતું તેની જેમ અથવા ધનપાળની જેમ પૂજાની વિધિમાં યત્ન કરે. ધનપાળની કથા આ પ્રમાણે
ધનપાળની કથા. આશ્રિત જનોને લક્ષમીને લેશ આપનાર માલવ નામને દેશ છે. તેમાં ધાન્યની સંપત્તિના આધાર રૂપ ધારા નામની નગરી છે. તેમાં અસંખ્ય રત્ન હોવાથી સમુદ્ર તે નામમાત્ર જ રત્નાકર રહ્યો છે. તેમાં ભેજ નામે રાજા રાજ્ય કરતા હતા. તેની કીતિ આકાશને (સ્વ) ભજતી હતી, અને તેના હસ્તકમળમાં લક્ષ્મીએ નિવાસ કર્યો હતે. હમેશાં તે લક્ષ દ્રવ્યનું દાન કરતા હતે. તે નગરીમાં બ્રાહ્મણના ષટ્કર્મ કરવામાં આસક્ત, વેદ ભણવામાં તત્પર અને સર્વ બ્રાહ્મણને વિષે ચંદ્રમાન સર્વદેવ નામે બ્રાહ્મણ રહેતું હતું. તેને ધનપાળ અને શોભન નામના બે વિનયવાન પુત્રો થયા હતા. તેમાં મેટે ધનપાળ રાજાની સભાના અલંકામાં મણિરૂપ હતા, વૈદ મહાવિદ્યારૂપી નદીઓને આલિંગન કરવાના સમુદ્રરૂપ હતે; મિથ્યાદષ્ટિ હતું. અમૃતની વૃષ્ટિ જેવી મહર વાણીવડે પ્રજાવર્ગનું