________________
(૧૮૧)
કરે.” ગુરૂએ કહ્યું કે-હે વિપ્ર ! ધન ગ્રહણ કરવાને અમારે અધિકાર નથી. કહ્યું છે કે--હે યતિ ! પૂર્વના મુનિએએ ત્યાગ કરેલા, સેંકડે દેના મૂળ સમાન અને અનર્થના કારણરૂપ વમન કરેલા અર્થ (ધન) ને તું ગ્રહણ કરે છે, તે પછી તપને નિરર્થક શા માટે આચરે છે? શાસ્ત્રમાં પણ કહ્યું છે કે–દુષમા પણ કાળમાં શ્રુતજ્ઞાનને સંગ્રહ ૧, સત્ય ઉપદેશની કુશળતા ૨, બ્રહ્મચર્યની શુદ્ધિ ૩, લેલુપતા રહિત વૃત્તિ ૪, સુવર્ણાદિક દ્રવ્યને ત્યાગ ૫ અને એક સ્થાને રહેવાની અપ્રીતિ આ અતિ મેટા છ ગુણોએ કરીને ઘણા સાધુઓ પરિપૂર્ણ હોય છે. યુગપ્રધાન રહિત દેશમાં રહેનારા શ્રાવકોએ તેમની સેવામાં તત્પર રહેવું. આ પ્રમાણે આગમમાં કહેલું છે. તે પણ હું વિપ્ર! જે તારી ત્રણ રહિત થવાની ઈચ્છા હાય તે શીધ્રપણે તારા બે પુત્રોમાંથી એક અમને આપી દે.” આ પ્રમાણે ન સાંભળી શકાય તેવું ગુરૂનું વચન સાંભળી તથા પોતાની પ્રતિજ્ઞા પણ દુષ્પર ( દુઃખે પૂર્ણ કરી શકાય તેવી ) જાણુ મનમાં ચિંતાતુર થયેલો બ્રાહ્મણ પિતાને ઘેર ગયો. ત્યાં નિશાળેથી આવેલા શોભન વિદ્યાર્થીએ શ્યામ મુખવાળા પિતાને જોઈ પૂછ્યું કે “હે પિતાજી! તમે આજે મારી સાથે કાંઈ પણ બોલતા કેમ નથી ?” તે સાંભળી પ્રતિજ્ઞાના ભંગથી ભય પામેલા પિતાએ તેને ગુરૂનું વચન કહી સંભળાવ્યું. ત્યારે તે બે કે –મને આપીને તમે તમારી પ્રતિજ્ઞા પૂર્ણ કરો.” પિતાએ કહ્યું–“હે વત્સ! તને વહાલા પુત્રને શી રીતે અને પાય? તે પણ તારાથી જ મારી પ્રતિજ્ઞા પૂર્ણ થશે.” એમ કહી તેણે ગુરૂ પાસે જઈ તે પુત્ર ગુરૂને આપી કહ્યું કે –“ આ વાત સાંભળી આને માટે ભાઈ કેપ પામશે, માટે તમારે હવે અહીં રહેવું નહીં.” પછી તે બ્રાહ્મણે ઘેર આવી સર્વ કુટુંબને કહ્યું કે –“તમારે કેઈએ શોભને વ્રત લીધું છે એવી વાત ધન