________________
રજ,
પલ્લવ ૨૫ મે, ભરતક્ષેત્રના સ્વામી ભરત ચક્રવર્તીએ છત્રીસ ઉપનિષદમાં જેમની કથા વિસ્તારથી કહેલી છે, એવા અતીત કાળના ચવીશ તીર્થકરેને તમે ભજે-સે.
રથયાત્રાનું દ્વાર કહ્યા પછી હવે તીર્થયાત્રા નામનું પમીશમું દ્વાર કહે છે –
વળી શ્રી શત્રુંજય, શ્રીઅર્બુદાચળ વિગેરે તેની યાત્રા કરવી તે પણ શ્રાવકેનું કૃત્ય છે. આ પૃથ્વી પર મેટા પુણ્યને ઉપાર્જન કરવાની ખાણરૂપ જે તીર્થો છે તેની વિવેકી જનોએ દર વર્ષે યાત્રા કરવી જોઈએ. શ્રી શત્રુંજય ગિરિરાજ, ગિરનાર ગિરીશ્વર, સમેતશિખર, આબુજી, આરાસણગિરિ, તારંગાઇ, જીરાપલ્લી પાશ્વનાથ તથા બરટક ગિરિ–આ અને એવાંજ બીજા પણ અનેક તીર્થ શ્રાવકોએ હર્ષથી વંદન કરવા યોગ્ય છે. તેમજ ચોવીશે તીર્થકરેની જન્મભૂમિ, દીક્ષાભૂમિ, કેવળજ્ઞાનની ભૂમિ અને નિર્વાણની ભૂમિઓ પણ સજનોને તીર્થપણે માનવા
ગ્ય છે. શાસ્ત્રોમાં કહેલાં જેટલાં તીર્થો પૃથ્વી પર છે તે સર્વે બુદ્ધિમાનોએ ધ્યાન કરવા યોગ્ય છે.
કહ્યું છે કે –“સર્વ તીર્થોમાં ઉત્તમ તીર્થ, સર્વ પર્વતમાં ઉત્તમ પર્વત અને સર્વ ક્ષેત્રમાં ઉત્તમ ક્ષેત્ર શ્રીસદ્ધક્ષેત્ર છે, તે તમેને પવિત્ર કરે. નમસ્કાર મંત્ર, શત્રુંજય તીર્થ અને ગજેન્દ્ર પદનું જળ આ ત્રણે ગેલેક્સમાં અદ્વિતીય છે. શત્રુંજય ગિરિ ઉપર જિનેશ્વરનાં દર્શન કરવાથી મનુષ્યની તિર્યંચ અને નરક એ બે ગતિનો નાશ થાય છે અને ત્યાં જિનેશ્વરની પૂજા તથા સ્નાત્ર
૧ ઘણું કરીને કુંભારીઆજીના દેરાસરોવાળો અંબાજીને પહાડ તેજ આરાસણ કહેવાય છે.