________________
૨,
અને આરસનાં સવા સવા કરોડ જિનબિંબે નવાં ભરાવ્યાં હતાં. તે વિષે કહ્યું છે કે-“સંપ્રતિ રાજાએ પચીશ હજાર નવા શ્રેષ્ઠ પ્રાસાદે અને છત્રીસ હજાર જીર્ણોદ્ધાર કરાવ્યા હતા. તેમજ સવા કરોડ શિલામય અને સવા કરેડ પીતળમય જિનંદ્રાની પ્રતિમાઓ ભરાવી હતી. એ રીતે કુલ અઢી કરોડ પ્રતિમાઓને હું ભકિતથી નમસ્કાર કરું છું.”
બુદ્ધિમાન એવા તે સંપ્રતિ રાજાએ અનાર્ય દેશમાં સાધુ અને શ્રાવકના આચાર શીખવવા માટે પિતાના સેવક જનેને સાધુને વેષે મેકલ્યા હતા. તેઓ તે પ્રમાણે કરીને પાછા આવ્યા ત્યારે તે બુદ્ધિમાન રાજાએ પુણ્યના લાભને માટે સત્ય સાધુઓને તે દેશમાં મેકલ્યા. “જેમ હું યતિને વેષ ધારણ કરવાથી આવી ઉત્કૃષ્ટ લક્ષ્મીને પામ્યું છે, તેમ બીજા મનુષ્ય પણ ધર્મને સ્વીકાર કરી ઉત્કૃષ્ટ લક્ષમી પામે.” એવી ભાવના તે નિરંતર ભાવતે હતે. તે રાજાએ પોતાના દેશમાં સાતસો દાનશાળાઓ ઉઘાડી હતી, તેમાં ચારે દિશામાંથી આવેલા સર્વ કઈ જનેને મિષ્ટાન્ન ભોજન મળતું હતું. તે રાજા વખતો વખત પિતાની નગરીમાં વિશ્વને આશ્ચર્ય પમાડનારી રથયાત્રાઓ મેટા વિસ્તારપૂર્વક કરાવતે હતે. રથયાત્રામાં તત્પર રહેતા સંપ્રતિ રાજાને જોઈ શ્રીસંઘ પણ રથયાત્રાના ઉત્સવમાં વિશેષ પ્રવર્તતે હતે.
" હે ભવ્ય જ ! જેમ ઉજાયનીને શ્રીસંઘ આનંદ સહિત રથયાત્રા કરતું હતું તેમ તમે પણ તે કાર્યમાં ઉદ્યમવંત થાઓ.
ઈતિ શીતપગચ્છ રૂપી આકાશમાં સૂર્ય સમાન મહોપાધ્યાય શ્રીધર્મહંસગણિના શિષ્ય વાચકેંદ્ર શ્રીઈહંસગાણએ રચેલી શ્રીઉપદેશ ક૫વલ્લી નામની ટીકાને વિષે ત્રીજી શાખામાં રથયાત્રાના વિષય ઉપર ઉજજયિનીના શ્રીસંઘના વર્ણન નામને વીશ પદ્ધવ સમાપ્ત થયે.