________________
૨૪૧
કરવાથી હજાર સાગરેપમનાં પાપનો નાશ થાય છે. ” વળી કહ્યું છે કે –“જિનેશ્વરની દીક્ષા, જ્ઞાન, નિર્વાણ અને જન્મની ભૂમિએ વાંદવાયેગ્ય છે.” * “વિમલગિરિ ૧, મુક્તિનિલયર, શત્રુંજય ૩, સિદ્ધક્ષેત્ર ૪, પુંડરીકગિરિ પ, સિદ્ધશેખર ૬, સિદ્ધપર્વત ૭, સિદ્ધરાજ ૮, બાહુબલિ ૯, મરૂદેવ ૧૦, ભગીરથ ૧૧, સહસ્ત્રપત્ર ૧૫, રાતપત્ર ૧૩, અષ્ટોત્તરશતકુટ ૧૪, નગાધિરાજ ૧૫, સહસ્ત્રકમળ ૧૬, ઢક ૧૭, કોટિનિવાસ ૧૮, લેહિત્ય ૧૯, તાલધ્વજ ૨૦, અને કદંબ ર૧, આ રીતે જેનાં નામે દેવ, મનુષ્ય અને મુનિ
એ પાડેલાં છે તે શ્રીવિમળગિરિ તીથ જય પામે. ” આ વિમળાચળનાં એકવીશ નામનું જે ભક્તિમાન પુરૂષ દરજ પ્રાત:કાળે ધ્યાન કરે છે તે તીર્થયાત્રાનું ફળ પામે છે. શત્રુંજયાદિક તીર્થોને વિષે જેણે આ અવસર્પિણીમાં પ્રથમ ઉદ્ધાર કરાવ્યું છે તે ભરતચકીને મારે નમસ્કાર થાઓ. સૂર્યયશા ૧, મહાયશા ૨, અતિ બલ ૩, બલભદ્ર ૪, બલવીર્ય ૫, કીર્તિવીર્ય ૬, જલવીય ૭, અને દંડવીય ૮, એ આઠ પાટ કે જેઓ ત્રણખંડ ભારતના સ્વામીઓ થયા હતા, જેમને આત્મા તીર્થયાત્રા કરવાથી નિર્મળ થયો હતો અને જેઓ અરે. સાભવનમાં પિતાના શરીરને જોઈ શુભ ભાવના ભાવતાં વૈરાગ્ય પામી કેવળજ્ઞાનવડે અલંકૃત થઈ મોક્ષને પામ્યા હતા, તેમનાં ચરણકમળને અમે નમસ્કાર કરીએ છીએ. આ શત્રુંજય પર્વત પ્રાયે શાશ્વત છે, અને અતીત, વર્તમાન તથા ભાવી ચાવીશીમાં પણ તે તીર્થભૂમિ તરિકે વિખ્યાત છે. જયાં ભરતાદિકે અસંખ્ય ઉદ્ધાર કરાવ્યા છે, તે ભૂત, ભવિષ્ય અને વર્તમાન ત્રણે કાળે ઉત્તમ તીર્થ છે. જગતમાં વર્તતા સર્વ તીથને નમવાથી જે ફળ પ્રાપ્ત થાય છે, તેથી અનંતગુણું ફળ શ્રી શત્રુંજય તીર્થને નમવાથી પ્રાપ્ત થાય છે. જૈનતીર્થ સદા સેવવા લાયક છે,