________________
છે ભરેલા કુવામાં નાંખ્યા, આથી તેને કૃપાળુપણાનું અાય. પુણ્ય થયું, તેથી કરીને તેને અનુપમ ભેગની પ્રાપ્તિ થાય તે કમબંધ થયો. અનુક્રમે આયુષ્ય પૂર્ણ કરી તેમાળી કઈ નગરમાં
વ્યવહારીને પુત્ર થયો. તેને બીજા ત્રણ શ્રેષ્ઠીપુત્ર મિત્ર થયા. એકદા પિતાના ભાગ્યની પરીક્ષા કરવા માટે ચંદ્ર સરખા મુખવાળો તે ચાર મિત્રો સહિત દેશાંતરમાં ચાલ્યું. માર્ગમાં થાક લાગવાથી તેઓએ રાત્રીએ એક વટવૃક્ષની નીચે વિશ્રાંતિ કરી. તે વખતે મધ્ય રાત્રિએ તે વટવૃક્ષ ઉપર રહેલા યક્ષો પરસ્પર બધા કે-“આ વૃક્ષ નીચે જે પુરૂષો રહ્યા છે, તેમાંથી એક પુરૂષે આપણને પૂર્વ ભવમાં જીવતવ્ય આપ્યું હતું, તેથી તેને રાજ્ય આપીને આપણે તેને પ્રત્યુપકાર કરીએ. અમુક નગરને પુત્ર રહિત રાજા મરણ પામે છે, ત્યાં આપણે જઈએ, અને આ પુરૂષો પણ ત્યાં જ જવાના છે. આ પ્રપણે તે થક્ષેની વાત તેણે એકલાએ જ જાગતે હોવાથી સાભળી. પછી પ્રાત:કાળે ઉઠીને સર્વ મિત્રે આગળ ચાલ્યા. અનુક્રમે કઈ નગરના ઉદ્યાનમાં જઈ તેઓ વિશ્રાંતિ કરવા બેઠા, તેટલામાં તે નગરમાંથી. પટ્ટહસ્તી બહાર નીકળે, અને તેણે પૂર્ણકળશના જળવડે તે શ્રેણી પુત્રને અભિષેક કર્યો. તેથી મંત્રીઓએ તેના મસ્તક પર છત્ર ધારણું કરી હાથી પર આરૂઢ કરી તેને નગર પ્રવેશ કરાવ્યો. જ્યાં હસ્તીઓ ગર્જના કરતા હતા, જ્યાં અ હેકારવ કરતા હતા, અને જ્યાં મને ડર ભેગે હતા એવું મોટું રાજ્ય તેને પ્રાપ્ત થયું. પછી તેણે ત્રણે મિત્ર ઉપર સારે ઉપકાર કર્યો; કેમકે વિવેકી મનુષ્ય રાજયની પ્રાપ્ત થયે ઈષ્ટજનનું પોષણ કરે છે. પછી તે રાજા પુણ્યના વેગથી નિરંતર લેગ ભેગવવામાં જ મગ્ન રહેવા લાગ્યા.“સુખી માણસને અને તેમાં પણ રાજાઓને શી ચિંતા છે?
એકદા સીમાડાના શત્રુ રાજાઓએ વિચાર કર્યો કે “જેણે નવું રાજ્ય પ્રાપ્ત કર્યું છે તે કોઈ પણ રાજ્યચિંતા કરતા નથી, તેથી આપણે ચાલે, તે રાજાને મારી તેનું રાજય લઈ લઈએ.” એમ વિચારી તે સર્વેએ એકત્ર સળી તેનું નગર ઘેરી લીધું તે વખતે રાજસેવકએ રાજાને