________________
( ૧૧૭) પણે પાળી હતી, અને બીજા દિવો પ્રમાદને લીધે કાંઈ પણ પુણ્યકાર્ય કર્યું નહોતું. તેથી તેને આ ભવે પર્વને દિવસે લાભ થાય છે, અને બીજા દિવસેમાં લાભ થતું નથી.” ત્યારપછી ગુરૂએ કહ્યા પ્રમાણે જ લાભાલાભરૂ૫ ફળ જેવાથી શુભ આચારવાળે તે શ્રેષ્ઠી કુટુંબ સહિત હમેશાં સર્વ શક્તિથી ધર્મકાર્ય કરવા લાગ્યું. અને બીજા વિગેરે પર્વ તિથિને વિષે જ વેપાર કરવામાં તેને લાભ મળતું હોવાથી તે અમૃતની જેવા વધારે લાભને માટે પર્વતિથિએજ વેપાર કરવા લાગે, મેઘની વૃષ્ટિવડે નદીની જેમ તેની સમૃદ્ધિ શુદ્ધ વેપાર વડે દિવસે દિવસે વૃદ્ધિ પામવા લાગી. તેના હાટમાં સુવણની અનેક કટિઓ પ્રાપ્ત થઈ. “ વાળાની શ્રેણિથી વ્યાપ્ત એવા અગ્નિને વિષે અનેક કેટિ તણખાએ કુરણયમાન થાય જ છે.” . . .
એકદા અન્ય જનેને સંતાપ ઉત્પન્ન કરનારા દુષ્ટ પુરૂ કે જેઓ રાજાની પાસે રહેતા હતા તેઓએ રાજાને વિનંતિ કરી કે –“આ શ્રેણીને કયાંથી લક્ષમીનું નિધાન હાથ લાગ્યું છે.” ત્યારે રાજાએ તેને બોલાવીને તે વાત પૂરી, એટલે તેણે જવાબ આપે કે –“હે સ્વામી ! મારે મોટું અસત્ય બોલવાને અને અદત્તાદાન (ચાર) વિગેરે કરવાનો નિયમ છે.” તે સાંભની રાજાએ “આ ધર્મ ધૂત મણિક બેલામાં બહુ ચતુર છે.” એમ વિચારી તેનું સર્વસ્વ લઈ લીધું. “અરે! લેભરૂપી નટનું નાટક કેવું છે?” દ્રવ્ય લઈ લીધા ઉપરાંત તે શ્રેણીને તેના પુત્ર સહિત નિર્દય રાજાએ કેદમાં નાખે. તે વખતે તે છીએ વિચાર કર્યો કે–“આજે પંચમી તિથિ છે, માટે મને આજે અવશ્ય લાભ થશે.” આમ વિચારતાં જ રાજાને કેશ (ભંડાર) લક્ષમી રહિત થયા અને શ્રેણીનું ઘર સુવર્ણ મણિ વિગેરે વસ્તુ એ વડે ભરાઈ ગયું. તે જોઈ રાજાએ આશ્ચર્ય પામી શ્રેણીને