________________
( ૧૬ )
તેવામાં અકસ્માત તે નગર ઉપર નદીના પૂરની જેમ શત્રુનુ સૈન્ય ચડી આવ્યું. તેને જીતવા માટે તે ાજા સૈન્ય સહિત થયા, તેટલામાં પર્વના દિવસ વીતી ગયા. પછી ઘાંચીએ પેતાનુ કામ કર્યું અર્થાત્ તેલ કાઢી આપ્યુ. રાજાએ તેનાપર ક્રોધ કર્યો નહીં, તેથી તે ઘાંચી આન' પામ્યા. તેના નિયમની દઢતા ચાતરફ લેાકમાં ધર્મને માટે, સુખને માટે અને લેાકેાના ચિત્તને ચમત્કાર માટે થઈ.
એજ પ્રમાણે એક્દા અષ્ટમીને દિવસે રાજાએ પેલા કણબીને કહ્યું કે—“આજે વૃષ્ટિ થઈ છે માટે હળ ખેડવાનુ કામ કર. ” રાજાએ આ પ્રમાણે હુકમ કર્યો છતાં તેણે તે કામ તે દિવસે કર્યું નહીં અને તે પર્વના દિવસ નિર્ગમન કરી પછી કર્યું. રાજા તેની ઉપર પણ અપ્રસન્ન થયા નહીં.
આ પ્રમાણે તે ત્રણે જણા પર્વ આરાધનના પુણ્યથી અનુક્રમે મરણ પામીને લાંતક નામના છઠ્ઠા સ્વર્ગમાં ચૌદ સાગરાપમના આયુષ્યવાળા દેવા થયા. ધનસાર શ્રેષ્ટી પર્વની આરાધના કરીને અશ્રુત નામના ખારમા સ્વર્ગમાં દેવ થયા. તે ચારે દેવા પરસ્પર અત્યંત મૈત્રીવાળા થયા. પછી ચવનને અવસરે તે ત્રણે દેવાએ શ્રેષ્ઠીદેવને કહ્યું કે—હૈ શ્રેણીદેવ ! તમારે અમને પૂર્વ ભવની જેમ આવતા ભવમાં પણ એધ પમાડવા. ” શ્રેષ્ઠીદેવે તેના સ્વીકાર કર્યા પછી તેઓ ત્યાંથી ચવીને જૂદા જાદા રાજાના કુળને વિષે પુત્રરૂપે ઉત્પન્ન થઇ ધીર, વીર અને હીર નામના રત્નાકરના અવતાર જેવા રાજાઓ થયા. ધીર રાજાના નગરમાં કાઇક શ્રેણી રહેતા હતા, તેને વેપારમાં પર્વને દિવસે ઘણા લાભ થતા હતા, બીજા દિવસેામાં લાભ થતા નહાતા. તેનુ કારણ તેણે એકદા કાઈ જ્ઞાની મુનિને પુછ્યુ ત્યારે તેણે કહ્યું કે “ પૂર્વ જન્મમાં તું મહા કુપણુ હતા, તેા પણ તે પર્વની તિથિએ દઢ
cr