________________
( પ૭)
(કુલ ૯૩ ). આચાર્ય, ઉપાદયાય, પ્રવર્તક, સ્થવિર અને રત્નાધિક (અધક દીક્ષા પર્યાયવાળા) એ પાંચ વાંદવા ગ્ય છે (કુલ ૮૮). પાસ, એસને, કુશીલીયે, સંસો અને અહાછંદો એ પાંચ પ્રકારના સાધુ અરિહંતના મતમાં વાંદવા ગ્ય નથી (કુલ ૧૦૩). ગુરનું ચિત્ત વ્યાખ્યાનાદિકના શ્રમથી આકુળ વ્યાકુળ હોય, ગુરૂ પરામુખ એટલે અવળા મુખ વાળા હોય (બીજી બાજુ જોતા હેય). નિકાદિક પ્રભાદમાં હોય, આહાર કે નિહાર કરતા હોય અને આહાર કે નિવાર કરવાની ઈચ્છક હોય તે વખતે ગુરૂને વાંદવા નહીં. આ પાંચ વાંદવાના સમયના નિષેધ જાણવા ( કુલ ૧૦૮). ગુરૂ શાંતપણે બેઠા હેાય, આસન ઉપર સ્થિત હોય, ઉપશાંત હોય અને વંદાવવાને ઉપસ્થિત હોય ત્યારે બુદ્ધિમાને આજ્ઞા લઇને વાંદવા. આ ચાર વાંદણુના અનિષેધ જાણવા. કુલ ૧૧૨). ગુરૂ જે સ્થાને બેઠા હોય ત્યાંથી ચારે દિશાઓમાં શરીરના પ્રમાણ જેટલે એટલે સાડાત્રણ હાથને સ્વપક્ષમાં એટલે સાધુ શ્રાવક માટે અને તેર હાથનો પરપક્ષમાં એટલે સાધ્વી શ્રાવિકા માટે અવગ્રહ સમજે. તેમાં ગુરૂની આજ્ઞા વિના પ્રવેશ કરવા નહીં. (આ ગુરૂ અવગ્રહનાં બે સ્થાન મેળવવાથી કુલ ૧૧૪ સ્થાન થયાં. ) વંદનના પાંચ નામ છે-વંદન કમ ૧, ચિતિક ૨, કૃતિકર્મ ૩, પૂજા કમ ૪ અને વિનય કર્મ પ. (કુલ ૧૧૮). વંદન ઉપર શતલાચાર્યનું ૧, ચિતિકર્મ ઉપર ફુલકનું ૨, કૃતિ કર્મ ઉપર કૃણું તથા વીરા સાળવીનું ૩, પૂજા કમ ઉપર બે સેવકનું ૪ અને વિનય કર્મ ઉપર પાલક કુમાર તથા સાંબ કુમારનું દષ્ટાંત છે. ૫. આ દષ્ટાંતો આગળ ઉપર કહેશે. (કુલ ૧૨૪). ગુરૂના ગુણે કરીને યુકત સાક્ષાત ગુરૂના અભાવે તેમને સ્થાને અમુક વસ્તુની સ્થાપના સ્થાપીને વાંદણુ દેવો (કુલ ૧૨૫) ત્યાર પછી ગુરૂની તેત્રીશ આશાતના આ પ્રમાણે જાગવી.--ગુરૂની આગળ ઉભા રહેવું ૧, ચાલવું ૨ અને બેસવું ૩, ગુરૂની પડખે ઉભા રહેવું ૪ ચાલવું પ અને બેસવું ,ગુરૂની પાછળ ઉભા રહેવું ૭, ચાલવું ૮ અને બેસવું ૯, આ નવ આશાતના ગુરૂની અત્યંત નજીક પણે તે