________________
( ૧૯૯ ) નિરંતર વૃદ્ધિ પામતા જિનેશ્વરના મુખકમળને જોઈને તેમને પિતામહ પિતાના મિત્ર પાસે આ પ્રમાણે અરિહંતના ગુણ ગાવા લાગે. જેનું નિર્મળ હૃદય ક્ષમારૂપી ખદ્ભથી ભૂષિત છે એવા જિનેશ્વરને જીતવા માટે કષાયરૂપી શત્રુઓ તેની પાસે જ આવી શક્તા નથી. જેના જ્ઞાનરૂપી દર્પણમાં ત્રણ જગત પ્રતિબિંબરૂપે દેખાય છે, તે સુંદર મુખવાળા અને કોમળ વાણીવાળા જિદ્રચિરકાળ જય પામે. સુર, અસુર અને મનુષ્યોએ જેના ચરણકમળને પ્રણામ કર્યા છે એવા હે પત્ર ! તારી ત્રણ લેકની પ્રભુતા કેણુ ન ગાય ? હે જિન ! તેં પિતાના પાંચ ઇદ્વિરૂપ અને શીધ્રપણે સન્માર્ગમાં પ્રવર્તાવ્યા છે. કારણ કે તેને મેગ્ય સારથી છે. હે નાથ ! પિતાના જન્મને પ્રગટ કરી તે ઉન્માગે જનારા અમને સન્માર્ગે પ્રવર્તાવ્યા છે, માટે તેને નમસ્કાર છે. તારી જે જગતમાં બીજે કોઈ કૃપાળુ નથી. કેમકે યોમાં રક્ષણ વિના હણતા સંખ્યાબંધ પ્રાણીઓને તે જીવિતદાન આપ્યું છે. હે પત્ર! નિગમ અને આગમને જાણનારા એવા તેં હિતેપદેશ આપીને દુર્ગતિમાં પડતા અમારા આત્માનું રક્ષણ કર્યું છે, તારી કરૂણા અગણિત છે, તારું દાક્ષિણ્ય પવિત્ર છે, અને તારૂં લાવણ્ય ઉત્તમ છે. ક્યા ક્યા તારા ગુણે વખાણવા લાયક નથી ? ઉત્તમોત્તમ ગુણેની શ્રેણિરૂપી રત્નના સમુદ્ર સમાન, અમારા કુળના દીપક સમાન અને જગતના આધારભૂત હે પિત્ર! તું જય પામ.”
આ પ્રમાણે વિશ્વેશ્વર પિત્રના ગુણેની સ્તુતિ કરતા તે રાજાએ નષ્ટ થયેલું સમકિત ફરીથી પ્રાપ્ત કર્યું. કેઈના હાથમાંથી રત્ન પડી ગયું હોય, તે ધૂળમાં દટાઈ ગયું હોય, તેથી પ્રાયે કરીને તે નષ્ટ થયું લાગતું હોય, તેને તે ધૂળ દૂર કરવાથી ફરી પામી શકાય છે, તેમ તેને ફરીથી સમકિત મળ્યું. ત્રણ જ્ઞાનને ધારણ કરનાર, હાથીના જેવી ગતિવાળા અને સમતાના ઈશ્વર એવા