________________
તે સ્વામીએ પિતાના કુટુંબને દેશવિરતિને ઉપદેશ આપે.
જ્ઞાનમાં મહા કુશળ તેમને જોઈને મહિમગુપ્ત આચાર્ય તથા પંડિત જમદગ્નિ એ બન્ને નાસીને બીજા દેશમાં જતા રહ્યા. પછી ઇંદ્રધુમ્ન રાજાએ પિતાના પુણ્યના ઉદયને લીધે પિત્રે કહેલી દેશવિરતિને આદરપૂર્વક અંગીકાર કરી. છેવટ મહાયશાએ ચારિત્ર લીધા પછી તે તીર્થકરના હાથથી ચારિત્ર લક્ષ્મીને પ્રાપ્ત કરી, જિનશાસનને સૂર્યની જેમ પ્રકાશ કરી, ગણધર પદવી પામી, કેવળજ્ઞાનની સંપદાને મેળવી તે ચોથા તીર્થંકરના પિતામહ મોક્ષે ગયા.
આ પ્રમાણે પિતાના પિત્ર મહાયશા નામના જિનેશ્વરના ગુણની સ્તુતિ કરવાથી તરત જ ઇંદ્રદ્યુમ્ન રાજા કે જે જિનેશ્વરના માર્ગથી ભ્રષ્ટ થયું હતું તે ફરીથી નષ્ટ થયેલા સમકિતને પામી કેવળજ્ઞાનરૂપ દષ્ટિવડે સમગ્ર ત્રણ લેકના પદાર્થોને જોઈ સંસારસમુદ્રને તરી ગયે, તે જ પ્રમાણે ભવ્ય જનેએ અરિહંતની
સ્તુતિ કરવા તત્પર થવું. - આ પ્રમાણે શ્રીતપગચ્છરૂપી આકાશમાં સૂર્ય સમાન મહાપાધ્યાય શ્રીધર્મહંસગણિના શિષ્ય ઉપાધ્યાય શ્રીઇદ્રહંસગણિએ રચેલી શ્રીઉપદેશકલ્પવઠ્ઠી નામની ટીકાને વિષે ત્રીજી શાખામાં જિનસ્તુતિ કરવાના વિષય ઉપર ઇં ઘુમ્ન રાજાના વર્ણનરૂપ વિશ પદ્ધવ સંપૂર્ણ થયે.
પલ્લવ ૨૧ મે. શરીરની કાંતિવડે સુવર્ણને તિરસ્કાર કરનાર, ઇંદ્રિરૂપી હાથીઓનું નિવારણ કરવામાં કેશરીસિંહ સમાન અને સમસ્ત ગાઢ અંધકારના સમૂહને નાશ કરવામાં સૂર્ય સમાન નમિનાથ પરમાત્મા અમારૂં શરણ છે.