________________
(૨૦૦૧)
હવે જિનસ્તવનનું દ્વાર કહ્યા પછી ગુરૂની સ્તુતિરૂ૫ એકવીસમું દ્વાર કહે છે
‘ગુપુર ' “છત્રીશ ગુણોને ધારણ કરનારા ગુરૂની રતુતિ કરવાથી શ્રાવકને બધિલાભ પ્રાપ્ત થાય છે. આ તેને સોપથી અર્થ કહ્યો, વિસ્તારથી તેને અર્થ આ પ્રમાણે છે–
પાંચ આચારરૂપી કલ્પવૃક્ષને ઉત્પન્ન કરવામાં મેરૂ સમાન, આગમના જ્ઞાનરૂપી દિપકવડે હૃદયમાં ઉત કરનાર, વિવિધ દેશમાં વિહાર કરનાર, શીળરૂપી અલંકારવડે ભૂષિત, તપવડે શરીરનું શોષણ કરનાર, ગુણરૂપી લક્ષ્મીનાં પાત્ર રૂપ, ધમને ઉપદેશ આપનાર તથા નિશ્ચય અને વ્યવહારને યથાએગ્ય જાણનાર ઈત્યાદિ ગુણએ કરીને યુક્ત એવા ગુરૂ શ્રાવકેએ સેવવા લાયક છે. શ્રાવકેએ ધમ પમાડનાર ગુરૂ ધ્યાન કરવા લાયક છે, સ્તુતિ કરવા લાયક છે અને સેવા કરવા લાયક છે. કેમકે ગુરૂ એ ધમરૂપી વૃક્ષને પ્રફુલ્લિત કરવામાં મેઘ સમાન છે. કહ્યું છે કે જે ધર્મને જાણનાર, ધર્મનું આચરણ કરનાર, નિરંતર ધર્મને પ્રવર્તાવનાર તથા પ્રાણીઓને ધર્મશાસ્ત્રના અર્થને દેખાડનાર હોય તે ગુરુ કહેવાય છે. જે નિરવઘ માર્ગમાં પ્રવર્તતા હોય અને જે નિ:સ્પૃહ છતાં અન્ય જનેને નિરવદ્ય માર્ગમાં પ્રવર્તાવતા હોય, તે ગુરૂ આત્મહિતને ઈચ્છનાર શ્રાવકોએ સેવવા લાયક છે. કેમકે આવા જ ગુરૂ પિતે તરવામાં અને બીજાને તારવામાં સમર્થ હોય છે.” - કાળચકના વિશેષ કરીને ચાર પ્રકારના ગુરૂ સેવવા લાયક છે. તેમાં જે સંપૂર્ણ દ્વાદશાંગીને જાણતા હોય અને સંપૂર્ણ ગુણે કરી યુક્ત હોય તે પહેલા પ્રકારના જાણવા ૧. જે સંપૂર્ણ જ્ઞાનને પ્રજાને હેય અને કાંઈક ઓછા ગુણનું નિધાન