________________
(૨૦૨).
હોય તે બીજા પ્રકારના જાણવા ૨. જે કાંઈક ઓછા જ્ઞાનવાળા હોય અને થડા ગુણના નિધાન હોય તે ત્રીજા પ્રકારના જાણવા ૩. તથા જે થોડા જ્ઞાનના નિધાન અને થોડા ગુણવાળા હોય તે ચોથા પ્રકારના જાણવા ૪. આ પ્રમાણે ચાર પ્રકારનું ગુરૂનું સ્વરૂપ જાણવું.' નિગમમાં પણ કહ્યું છે કે-“પ્રથમ તે શ્રાવકે એ દેશવિરતિમાં જ રહેવું, (સર્વવિરતિ પાળવાની શક્તિ પ્રાપ્ત થયા સિવાય મુનિપણું ગ્રહણ કરવું નહીં) સર્વવિરતિમાં શ્રમણપણે કેવળીએ કાળની ગતિને અનુસરીને કહેલું છે. તેમાં જે છત્રીશ ગુણની સંપદાવાળા, ઘણા જ્ઞાનવાળા, બુદ્ધિના અતિશયવાળા, તથા કૃતની સંપૂર્ણતાવાળા અને કાળના જ્ઞાનને જાણનારા હોય તે યુગપ્રધાનપણને પામે છે. ૧. કેટલાએક સર્વવિરતિવાળા કે જેઓ સારી રીતે દ્વાદશાંગીરૂપ શ્રુત જે આપ્તશ્રુત ( જિનાગમ ) કહેવાય છે, તેના જ્ઞાનવાળા હેય તેઓ કદી છત્રીશથી ઓછા ગુણવાળા હોય તે પણ દેશવિરતિવાળાએ સેવવા ગ્ય છે. ૨. કેટલાએક સર્વવિરતિવાળા મુનિઓ કે જેઓ પિતાના આચારમાં તત્પર હોય પણ દ્વાદશાંગીના પૂર્ણ જાણનાર ન હોય અને છત્રીશથી ઓછા ગુણવાળા હોય તે પણ શ્રાવકેએ સેવવા લાયક છે; કારણ કે તેઓ કાંઈક અજાણ છતાં પણ જાણ્યા પછી પશ્ચાત્તાપ કરે છે અને પાછા તત્કાળ ઉપયોગી થઈને યથાસ્થિત વ્રતનું આચરણ કરે છે. ૩. અને જે મુનિ સ્વધર્મની ઓળખાણ પૂરતું જ સિદ્ધાંત જાણનારા હોય અને તે પ્રમાણે આદરનારા હોય તે પણ દેશવિરતઓને સેવવા લાયક છે. ૪. આ ચોથા ભેટવાળા મુનિઓને પણ દેશવિરતિએ અનાદર કરવા લાયક નથી. કારણકે જૈન સિદ્ધાંત વાંચવાની દેશવિરતિવાળામાં યોગ્યતા નથી, તેઓને
૧ આ ભેદે કર્તાના મન કલ્પિત છે. શાસ્ત્રાન્ત જણાતા નથી. ૨ નિગમ અપ્રસિદ્ધ છે. તેમજ તેની યથાર્થતા પણ શકવાળી છે. તેની અંદર બીજો ભાગ ભળી ગયેલો જણાય છે.