________________
- ( ર૦૩) તે પિતાના નિયમમાં તત્પર રહી સાધુઓની પાસેથી સિદ્ધાંત સાંભળવાને અધિકાર છે.
ગૃહીવેષને ધારણ કરનારા ગૃહસ્થીઓએ દ્વાદશાંગીમાંથી પિતાની નિત્યક્રિયાના અનુષ્ઠાન પૂરત અભ્યાસ કરે. વધારે વાંચવાની પ્રવૃત્તિ કરવી નહીં કારણકે એમાં આજ્ઞાનું વિરાધકપણું થાય છે. આજ્ઞાની વિરાધના કર્મબંધના કારણભૂત છે. તેથી શ્રાવકોએ ગુરૂની આજ્ઞા પાળવામાં જ તત્પર રહેવું. જેઓ આત્મજ્ઞાનમાં પ્રવીણ હોતા નથી, તેઓને ગુરૂની આજ્ઞા પાળતાં ગ્લાનિ થાય છે. અને જેને આત્મજ્ઞાન નથી તેઓ દુર ભવસાગરમાં પરિભ્રમણ કરે છે, તેથી જ જનધર્મમાં ગુરૂતત્વની આરાધના કરવાની કહી છે. કર્મનિર્જરાને માટે તે મુખ્ય સાધન છે.
ઉપર કહેલા ચાર પ્રકારમાંથી પહેલા પ્રકારવાળા ગુરૂ વિશેષ કરીને સેવવા લાયક છે, તેને અભાવે બીજા પ્રકારના, તેને અભાવે ત્રીજા પ્રકારના અને તેને પણ અભાવે ચોથા પ્રકારવાળા ગુરૂ સેવવા યોગ્ય છે. દુષમ સમયમાં ઉત્પન્ન થયેલા શ્રાવકોને ચોથા પ્રકારના ગુરૂ પણ સેવવાથી ધર્મના બીજા માટે કારણભૂત થાય છે. આજ પણ કેટલાક આચાર્યો સુંદર આચાર વિચારવાળા અને શ્રીમાન ચંદ્રગચ્છરૂપી સમુદ્રને ઉલ્લાસ પમાડવામાં પૂર્ણચંદ્ર સમાન જોવામાં આવે છે. તત્ત્વને જાણનારા તથા સગુણને ધારણ કરનારા કેટલાક ઉપાધ્યાયે અને કેટલાક ગીતાર્થ મુનિઓ પણ જોવામાં આવે છે. કઈ કઈ ક્ષેત્રમાં (સ્થાનમાં) ઉત્તમ સાધુઓ પણ પ્રાપ્ત થાય છે. તે સર્વે ધર્મ અને આત્મહિતને ઈચ્છનારા શ્રાવકેએ સેવવા લાયક છે. આ સમયમાં તેવા પ્રકારના ગુણવાળા કે જેમના નામ પણ ઉત્તમ છે એવા શ્રી સેમસુંદર ગુરૂ, મુનિઓને વિષે ચંદ્ર સમાન શ્રીમુનિસુંદર નામના સુરીંદ્ર અને શ્રીચંદ્રગચ્છમાં ચંદ્ર સમાન શ્રી જયચંદ્ર સૂરીશ્વર વિગેરે ધ્યાન કરવા લાયક છે. બીજા