________________
અનર્ગળ ધનરૂપી જળતરંગને તે સાગર હતું, તેને યશ ચંદ્રની જે ઉજવળ હતું, તે દાનગુણવડે નગરજનોનું રંજન કરતું હતું, તે બુદ્ધિમાન શુદ્ધ વ્યવહારવડે અનેક પ્રકારના કરીયાણને કાવિય કરતે હતા, તેથી તેનું ધન તરફથી વૃદ્ધિ પામતું હતું. “ કૃષ્ણચિત્રકની લતા જેવી વ્યવહારશુદ્ધિ કયા કુશળ પુરૂષની સંપત્તિને ન વધારે ? ”
એકદા દૂર દેશને રહેવાશી કઈ વેપારી અગણિત કરીય ણાઓ લઈને ત્યાં આવે, તે પિતાના દેશ તરફ પાછા જવાની ઉતાવળવાળો હતો. તેની પાસે કમલિનીના પાંદડા ઉપર રહેલા જળબિંદુની જેવા ઉજવળ લાખો મતીઓ હતા, તે તેણે વેચવા માટે મુગલને આપ્યા. પછી તે પરદેશી વેપારી તરતજ પિતાના દેશ તરફ જવાની ઉતાવળ હોવાથી મુગલને ઘેર ગયે, મુગલે તેની કહેલી કિંમત પ્રમાણે તેનું મૂલ્ય તરતજ આપી દીધું. પછી મુગલે જ્યારે પિતાને હીસાબ તૈયાર કર્યો, ત્યારે પિતાની પાસે તેના ત્રણ મોતી વધારે રહી ગયાનું જાણ્યું તેથી તેણે વિચાર કર્યો કે “આ ત્રણે મોતી મેં તેની પાસેથી જેટલા મોતી ખરીદ્યા તેની ગણતરીમાં આવ્યાં નથી. મારે ઘેર લાખગમે દ્રવ્ય છે, પરંતુ તેમાં વ્યવડાર માગને લેપ કરે એવું કેઈનું કિંચિત્ પણ દ્રવ્ય મેં નાંખ્યું નથી, તેથી મારે આ ત્રણ મેતી રાખવા
ગ્ય નથી.” એમ વિચારી તે બુદ્ધિમાને તે પરદેશીની શોધ કરી, પરંતુ તે તે ત્યાંથી નીકળી ગયા હતા તેથી તેણે તે ખેતી એક લૂગડાની ગ્રંથીએ બાંધી રાખ્યા. તેણે વિચાર્યું કે આ મતી મારી માલકીની બહારનાં છે, તેથી મારા ધનની અંદર તે નાખવા યોગ્ય નથી. કારણકે કુવ્યવહારથી પ્રાપ્ત થયેલું દ્રશ્ય વિષમિશ્રિત ક્ષીરાનની જેમ શુધ્ધ સમૃદ્ધિને પણ નાશ કરે છે. માટે જે આને મારા દ્રવ્યમાં ભેળવું તે આના સંબંધથી મારું