________________
દ
ર૩ર
ववहारस्य सुद्धीति "
વળી વ્યવહારની શુદ્ધિ એટલે પાતે દ્રવ્ય અથવા કરિયાણું આપવાના જે કાળ કહ્યા હાય તે કાળ ઉલ્લંઘન કર્યા વિના તે દ્રન્યાદિક તેને આપવું, તે શ્રાવકનુ મુખ્ય કૃત્ય છે. આને વિસ્તારથી અર્થ આ પ્રમાણે છે.-
હું શ્રાવકા ! તમે વ્યવહારની શુદ્ધિથી ધન ઉપાર્જન કરે. ઘી, ગોળ વિગેરે પદાથાની શુદ્ધિથી મેાદકની જેમ વ્યવહાર શુદ્ધિથી ધન શુદ્ધ થાય છે, ધનની શુદ્ધિથી ધમ પણ શુદ્ધ થાય છે. શુદ્ધ વ્યવહારરૂપી અખ્તરથી વીંટાયેલા શ્રાવકને વિરૂદ્ધ વનાના સમૂહરૂપી ખાણાનેા વિસ્તાર શું કરી શકે ? કાંઇ જ નહિ. કહ્યું છે કે–વ્યવહારની શુદ્ધિ જ ધર્મનું મૂળ છે એમ સર્વજ્ઞ કહ્યું છે, કારણ કે વ્યવહારની શુદ્ધિથી ધનની શુદ્ધિ થાય છે, ધનની શુદ્ધિથી આહાર શુદ્ધિ થાય છે, આહારની શુદ્ધિથી શરીર શુદ્ધિ થાય છે, અને શરીર શુદ્ધ થવાથી તે ધર્મને ચેાગ્ય થાય છે. તેથી તે જે જે કાર્ય કરે છે તે તે કાર્ય તેનાં સિદ્ધ થાય છે, અન્યથા જે કાર્ય તે કરે છે તે નિષ્ફળ થાય છે. કારણ કે વ્યવહારની શુદ્ધિ વિના તે ધર્મની નિંદા કરાવનાર થાય છે. ધર્મની હીલના કરાવવાથી પેાતાને અને પરને બીલકુલ એધિ પ્રાપ્ત થતી નથી એમ આગમમાં કહ્યું છે. ” હું શ્રાવકે ! જો તમે જૈનધર્મી હા તેા જેનાથી ધનની વૃદ્ધિ થાય છે અને જેનાથી જગતમાં યશ પ્રસરે છે તેવા શુદ્ધ વ્યવહારનું રક્ષણ કરા. આ વ્યવહાર પાળવામાં શુભાચત્તવાળા મુગલનું દૃષ્ટાંત છે તે આ પ્રમાણે— મુગલની કથા.
ܕܕ
ખુરાસાણુ નામના મેટા દેશમાં મ્લેચ્છના તુચ્છ કુળમાં ઉત્પન્ન થયેલા મુગલ નામના મુસલમાન રહેતા હતા.તે દીના દકને દાન આપતા હતા, તેથી તે ધનેશ્વરની ખ્યાતિને પામ્યા હતા,