________________
૨૩૧
તીય પુરૂષ હતા, તે પોતાના દ્રવ્યને સફળ કરતા હતા તેથી મહાત્માઓને પણ તે પ્રશંસા કરવા લાયક હતા.
ઉપરની હકીકત જાણીને હું ઉત્તમ શ્રાવકે ! ઉત્કૃષ્ટ સ ́પત્તિરૂપી ક્ષીરસાગરના ઉડ્વાસ કરવામાં ચંદ્ર જેવા સ્વામીવાત્સલ્ય કરવામાં તમે પ્રવર્તો. શ્રેષ્ઠીઓમાં મુગટરૂપ અને સાભાગ્યની સંપત્તિના નિધાનરૂપ પંચાયણે દેશવિરત વ્રતનું પાલન કરવા પૂર્વક સ્વામીવાત્સલ્યમાં તન્મય થઈને જેવા યત્ન કર્યો હતું તેવા ચહ્ન તમે પણ કરશે.
ઇતિ શ્રીતપગચ્છરૂપી આકાશમાં સૂર્ય સમાન મહાપાધ્યાય શ્રીધર્મહંસ ગણુિના શિષ્ય વાચકેદ્ર શ્રીઈદ્રહસ ગણુએ રચેલી શ્રીઉપદેશ કલ્પવલ્લી નામની ટીકામાં ત્રીજી શાખાને વિષે સાધર્મિક વાત્સલ્યના વિષય ઉપર દ્વેશતીઓમાં મુગટ સમાન શ્રીપંચાયણના વર્ણનવાળા ખાવીશમા પલ્લવ સમાપ્ત થયા.
પલ્લવ ૨૩ મે.
· હૈ દયાના સાગર સ્વામી! તમે નિરંતર સમગ્ર વિશ્વનું રક્ષણ કરો છે, તે હું નાથ! તમે મારૂં રક્ષણ કેમ કરતા નથી? હે ભગવાન! હું પણુ આપના સેવક રક્ષણ કરવા લાયક છું” એમ જાણે કહેતા હાય એવા સર્પ જે ભગવાનના પાદપીઠને ભજે છે, તે પાશ્વ નામના યક્ષે આશ્રય કરેલા શ્રી પાર્શ્વનાથ સ્વામી તમને મેાક્ષને આપનારા થાઓ.
સાધર્મિક વાત્સલ્યનું સ્વરૂપ કહ્યા પછી હવે ત્રેવીશમુ વ્યવહારશૃદ્ધિ નામનું દ્વાર કહે છે.