________________
આપનારા અનેક પ્રકારના સિંહ કેસરીયા વિગેરે મોદકે, સારી રીતે સંસ્કાર કરેલાં પક્વાન્ન, બીજાં પણ વિવિધ પ્રકારનાં અન્ન, નાથી પીવાય તેવું સુગંધી ધી, વિવિધ પ્રકારનાં મસાલા વિગેરેથી વઘારેલાં શાકો, નવા ભાત અને દહીંથી બનાવેલા, કપૂરથી વાસિત કરેલા અને તાપના સમૂહને નાશ કરનારા મનહર અનેક જાતના કરબાઓ, એલાયચી અને કપૂરવડે સુધી કરેલા અનેક પ્રકારનાં શીતળ જળે, સોપારીનાં ચૂર્ણ અને સુગંધી પાનનાં બીડાએ વિગેરે સમગ્ર સામગ્રીવડે તે સજીનેને સત્કાર કરતે હતે. આ રીતે તેઓને ભક્તિથી ભેજન કરાવી પછી પિતાની શક્તિ પ્રમાણે વિવિધ દેશોમાં ઉત્પન્ન થયેલાં અને ચંદ્રના કિરણે જેવાં ઉજવળ વાવડે તેમને પહેરામણ પહેરાવતે હતે. પિતાને ઘેર આવેલા પરદેશી શ્રેષ્ઠ શ્રાવકેની પણ પરીક્ષા કરીને તેમને ભેજનાદિકના સત્કાર પૂર્વક પહેરામણી પહેરાવતે હતું. તેનું અતુલ સાધમિકવાત્સલ્ય જોઈને કો બુદ્ધિમાન માણસ કર્મના ક્ષયે પશમને લીધે સમક્તિને પ્રાપ્ત કરે નહોત?
તે પંચાયણને ગુણરત્નના સમુદ્રરૂપ દેવચંદ વસ્તુપાળ અને સહજપાળ નામે ત્રણ પુત્ર હતા. ધર્મક્રિયામાં કુશળ શ્રીચંદ્ર નામે ભત્રીજો હતો, અને ધર્મિષ્ટ એ વિજયસિંહ નામને પત્ર હતું. આ સર્વ પિતાના કુટુંબને તે પંચાયણ તેમના અને ત્યંત હિતેચ્છુપણાથી હમેશાં શ્રેષ્ઠ ધર્મકાર્યમાં પ્રવર્તાવતે હતે. તે જિનેશ્વરની આજ્ઞાનું અત્યંત પાલન કરતું હતું, તેનું શીળ નિર્મળ હતું, અને તેનું હૃદય આગમના વચનેથી સુવાસિત હતું. સાધમિક ની ભક્તિ કરવામાં રસિક આત્માવાળા તેણે ન્યાયપૂર્વક વ્યાપારમાં ઉપાર્જન કરેલું ધન સફળ કર્યું હતું. લેકમાં મોક્ષ પ્રાપ્ત કરાવે તેવા વ્રતને ધારણ કરનારાઓમાં તે અદ્ધિ