________________
વારંવાર પુંજાવાથી રજ રહિત થતુ હતુ. તે પ્રમાદના ત્યાગ કરી અષ્ટમી અને ચતુર્દશીને દિવસે ચતુર્વિધ આહારનું પ્રત્યાખ્યાન કરી વૈષધ વ્રત ગ્રહણુ કરતા હતા. તે જાણે કે પેાતાની પૂજાને ઇચ્છતા હોય તેમ હમેશાં અડુંકાર રહિત થઇને પુષ્પના સમૂહવડે અને કપૂર ( રાસ ) વિગેરે ઉપકરાવš જિનબિંબની પૂજા કરતા હતા. શ્રાવકના સમૂહમાં મુગટ સમાન તે પંચાયળુ શુદ્ધ વ્યાપારવડે ધન ઉપાર્જન કરી તેને સાત ક્ષેત્રમાં વાવી ધર્મને મેળવતા હતા. સ્વદારા સતાષ વ્રતને પાળવામાં તત્પર એવા તે હમેશાં પ્રાતઃકાળે ઉડીને એ Àાકડે આધિબીજની યાચના કરતા હતા. તે એ શ્લાકના અર્થ આ પ્રમાણે છે-“ હું વીતરાગ ! મહિરાજ શ્રેષ્ઠીના પુત્ર હું. પંચાયણુ એટલુંજ ઇચ્છુંછું કે આ ભવમાં નિરતર હું જ્ઞાન, દર્શન અને ચારિત્રનું આરાધન કરવામાં આસક્ત થાઉં, હું સ્વામિન્! જગતના જનાની આશાને પૂર્ણ કરનારા તમે જો સેવકને વાંચ્છિત અર્થ આપતા હો તે હું વારવાર માગુ છું કે મને પરભવમાં જ્ઞાનાદિ ત્રણ રત્નની સેવાજ આપજો. ”
તે પચાયણે શ્રી શત્રુંજય ગિરિરાજ વિગેરેની યાત્રા કરીને તેના પિતાએ મેળવેલુ સંઘપતિનુ સ્થાન ઉજ્વળ કર્યું હતું. આબુજીના ચૈત્યને વિષે તેણે અનેક નાની ધ્વજાએ તથા તેારણુ સહિત એક મોટા ધ્વજ સ્થાપન કર્યા હતા. સાધમિક જનેાના અત્યંત ગુણવાનપણાને લીધે તે તેમનુ કુટુંબથી પણ વધારે વાત્સલ્ય કરતા હતા. નિરંતર ધર્માંક્રયા કરવામાં સજ્જ થયેલા સજ્જનાના તે હમેશાં ભેાજનાદિકની ઉત્તમ સામગ્રીવડે સત્કાર કરતા હતા. તેમાં ભિન્ન ભિન્ન દેશેામાં ઉત્પન્ન થયેલા દ્રાક્ષાપાક, ઇક્ષુપાક, કુષ્માંડપાક, ટાપરાપાક, રસવાળી સુખડી, સમગ્ર જાતિનાં, છએ ઋતુમાં ઉત્પન્ન થયેલાં, સ્વાદિષ્ટ અને કામળ કેળાં, કેરીએ, એલાયચી અને કપૂરથી સુવાસિત કરેલા અને લેાકાને આનદ