________________
(૮૬) - ૩ કાર્યોત્સર્ગના દોષ.
કાયોત્સર્ગના ઓગણીશ દે છે. તે આ પ્રમાણે-કાયોત્સર્ગ કરતી વખતે ઘોડાની જેમ એક પગને કાંઈક વાળીને વિષમ-આડા અવળા પગ રાખે-સ્થિર ઉભેન રહે તે ઘટક દોષ કહેવાય છે.૧. વાયુથી હલાવેલી લતાની જેમ જે કંપ્યા કરે તે લતા દેષ ર. સ્તંભ અથવા ભીંત વિગેરેને આધાર લઈને ઉભે રહે તે સ્તંભ દોષ ૩. પિતાના મસ્તકને ઉપરના માળ સાથે અડકાવે તો માળી દેષ ૪. ગાડાની ઉદ્ધિની જેમ બન્ને પગના અંગુઠા અથવા બન્ને પાનીને સાથે મેળવી રાખે તે શકટેદ્ધિ દેષ પ. બેડીવડે નિરડિત (બાંધેલા) ની જેમ બન્ને પગોને પહેળા રાખે અથવા ભેગા કરી રાખે તે નિગડિત દોષ ૬. વસ્ત્ર વિનાની શબરી (ભીલડી)ની જેમ હસ્તને આગળ ગુહ્ય સ્થાન ઉપર રાખે તે શબરી દેષ ૭. કુવિંદ (શાળવી) ની જેમ એ ઘાને આગળ રાખે તે કુવિંદદોષ ૮.નાસિકાના અગ્ર ભાગ ઉપર દષ્ટિ રાખવી જોઈએ તેમ ન રાખતાં વહુની જેમ મુખને નીચે નમાવેલું રાખે તે વધુ દોષ. ૯. ઢીંચણથી વધારે નીચું અથવા ઉંચું વસ્ત્ર રહે એવું વસ્ત્ર પહેરવું ન જોઈએ, છતાં પહેરે તે પ્રલંબ દેષ ૧૦. અજ્ઞાનથી અથવા ડાંસ વિગેરે કરડવાના ભયથી છાતી વિગેરે ઢાંકી રાખે તે પછાઘ (સ્તન) દોષ ૧૧. પુરૂષે સાધ્વીની જેમ વસ્ત્ર વડે બન્ને
સ્કંધ (ખભા) ઢાંકવા ન જોઈએ છતાં ઢાંકે તે સંયતી દોષ. કદાચ ઢાંક પડે તે ઉત્તરાસણવડે એક બાજુને સ્કંધ ઢાંકે. ૧૨. કેઈને બેલાવવા વિગેરેની સંજ્ઞા કરવા માટે આંગળી અથવા ભ્રકુટિ વિગેરે અવયવે ચલાવવા ન જોઈએ, છતાં ચલાવે તે અંગુલીબ્રમણ નામે દેષ. ૧૩. વાયસ (કાગડા)ની જેમ આંખની કીકીને ચોતરફ ફેરવે તે વાયસ દેષ. ૧૪ કપિત્થ ૧ આને ગ્રંથાંતરમાં ખલિત રોષ પણ કહે છે.