________________
- (૪). નામનું પાટણ છે કે જે સુધર્માના સબંધની લક્ષ્મીવાળા દેવ સમૂ: હેએ ભાવેલું હોવાથી સ્વર્ગની જેમ શેભે છે તેમાં શ્રીજિનાજ્ઞા રૂપી મુગટવડે પોતાના મસ્તકને શોભાવતે કુમારપાળ નામે રાજા પૃથ્વીનું પાલન કરતો હતે. જિન ધર્મ અને તે રાજા જાણે પરસ્પર સ્પર્ધા કરતા હોય, તેમ તે બન્નેનું આ જગતમાં કલિકાળને વિષે પણ એક છત્રવાળું સામ્રાજ્ય થયું હતું. વીતરાગની આજ્ઞા રૂપી મુગટ વડે સુશોભિત મસ્તકવાળા તે રાજાએ બે તિર સામંત રાજાઓ ઉપર પિતાની આજ્ઞા પ્રવર્તાવી હતી. તેમજ કર્ણાટ, ગુર્જર, લાટ, સારા રાષ્ટ, મારવ, માલવ, કચ્છ, ભર્ય, સિંધુ, સપાદલક્ષ, ઉચ્ચ, દીવ, કાશીતટ, કેકણ, મેદપાટ, કેર અને જાલંધર એ અઢાર દેશમાં રાજાએ પિતાની કીર્તિના પડની જેમ અમારી પડહ પ્રગટ રીતે વગડાવ્યો હતો. તથા બીજા ચદ દેશમાં તે રાજાએ દ્રવ્ય આપીને તથા બળાત્કારે કરીને પણ જીવ રક્ષા પ્રવર્તાવી હતી. તે રાજા રાજ્ય કરતો હતો, ત્યારે તેના અગ્યાર લાખ ઘડાઓ પણ કરોળીયાના તંતુના બનેલા વસ્ત્ર વડે ગળેલા પાણનું પાન કરતા હતા. એકદા તે રાજાએ– સમગ્ર ત્રણ ભુવનનું દાન કરવાથી જે પુણ્ય પ્રાપ્ત થાય, તેનાથી કેટીગણું પુણ્ય વસ્ત્ર વડે ગળેલું પાણી પીવાથી થાય છે. સાત ગામો બાળવાથી જેટલું પાપ ઉત્પન્ન થાય, તેટલું પાપ હે રાજ! અણગળ પાણીને એક ઘડે વાપરવાથી થાય છે. મચ્છીમાર એક વર્ષમાં જેટલું પાપ બાંધે છે, તેટલું પાપ અણગળ પાણી સંગ્રહુ કરનાર (વાપરનાર ) એક જ દિવસે બાંધે છે. જે મનુષ્ય વસ્ત્રથી ગળેલા પાણું વડે સર્વ કાર્યો કરે છે તે મુનિ, તે મડાસાધુ, તે ચેગી અને તે મહાવ્રત ધારી છે. આ પ્રમાણેના ભાવાર્થવાળા લોક લખીને પિતાના આત ( વિશ્વાસુ ) માણસો સાથે પિતાના આધીનના
૧ સુધર્મા નામની સભા બીજા પક્ષમાં સારા ધર્મના સંબંધથી પ્રાપ્ત થયેલી લક્ષ્મીવાળા મનુષ્ય અને ચિત્યમાં રહેલા દેવ સમૂહ વડે પાટણ શોભે છે. એ અર્થ કરે,