________________
(૧૦૩) કાવ્ય કર્યા ? અને કેવું પિતાનું બેટું નામ ધરાવે છે ? ” એમ કહી પરસ્પર તાળીઓ દઈ હસવા લાગ્યા. તે સાંભળી તે કવિનું મુખ કાંતિ રહિત થયું, અને તે કાગની જેમ ત્યાંથી નાશી ગયે. ત્યાર પછી તે મંત્રીની સાતે પુત્રીઓ સરસ્વતીની જેમ જગતમાં પ્રસિદ્ધ થઈ.
તે મંત્રીને પોતાના વંશના અલંકાર રૂપ અને અનેક - ઉજવળ ગુણેના સ્થાન રૂપ નાને સિફીયક નામને પુત્ર હતું
અને તેને માટે ભાઈ સ્થૂલભદ્ર નામે હતું, પણ તે કેટલાક વર્ષોથી વેશ્યાને ત્યાંજ રહેતો હતો. સિરીયક દેવકુમારની જેમ મંત્રીના ઘરમાં કીડા કરતું હતું, સર્વ શાસ્ત્રોને અભ્યાસી હતા, અને સૌભાગ્યાદિ ગુણોનું સ્થાન હતું. એકદા મંત્રીએ રાજાને પિતાને ઘેર ભેજનને માટે બોલાવવાના હેતુથી પિતાના ઘરમાં છત્ર ચામરાદિ સામગ્રી કરાવવાનો આરંભ કર્યો. તે પ્રસંગને માટે અનેક પ્રકારના પકવાને, દ્રાક્ષા, ખજુર, શૃંગાટક, સુખડી, દાળ, ભાત, ઘી વિગેરેથી બનાવેલી અનેક ખાવાલાયક ચીજોને સમૂહ, સમુદ્રના તરંગ જેવા ઉજવળ ક્ષાદક - સા, વજની જેમ ભેદી ન શકાય તેવા હજારે શિરસ્ત્રાણે, વીરપુર
ને પણ ભયંકર લાગે તેવી તણ ધારવાળી તરવાર, તીવ્ર ધારવાળા ભાલાના સમૂહો, સ્કર જાતિના અનેક દેદિપ્યમાન શાસ્ત્રો, દેવોનાં ધનુષ જેવાં વિવિધ પ્રકારનાં ધનુષ, નદીના તરંગ જેવા મેટા બાણેના સમૂહે અને અતિ સુંદર અશ્વો વગેરે સર્વ સામગ્રી રાજાને પહેરામણીમાં આપવા સારૂ તેણે તૈયાર કરાવી. તે અવસરે કઈ દ્વષી દુષ્ટ મનુષ્ય રાજાને કહ્યું કે –“ આપને મંત્રી આપનું રાજ લેવા ઈચ્છે છે, અને તેથી કરીને તેણે સર્વ સામગ્રીની તૈયારી કરી છે.” તે સાંભળી રાજાએ તેની ખાત્રી કરવા માટે પિતાના એક ચર પુરૂષને હુકમ કર્યો. તેણે પણ મંત્રીને ઘર સર્વે સામગ્રી જોઈ રાજાને સમગ્ર વૃત્તાંત જણાગે. પછી પ્રાત:કાળે ઈંદ્રની જેમ રાજા પિતાની સભાને શોભાવતું હતું, તે વખતે શંકા રહિત મંત્રી રાજને પ્રણામ કરવા આવ્યું. તેને