________________
(૩૭).
અતિથિઓને ભોજન કરાવી પછી ભાજન કરતા હતા. તે જે જે પુણ્ય કરતે હતું તે સર્વને ધન્યા પણ અનુદતી હતી. તે પુણ્યના પ્રભાવથી તે બન્નેને જે ફળ પ્રાપ્ત થયું તે સાંભળ–જે ધનરાજનો જીવ હતો તે તું મેઘનાદ નામે રાજા થયે છે, અને ધન્યાને જીવ આ તારી મદનમંજરી નામની રાણી થઈ છે. હે મેઘનાદ રાજા ! સમકિતના પ્રભાવથી મનવાંછિતને પૂર્ણ કરનાર આ કચેલું તમને દેવતાએ આપ્યું છે. ”
આ પ્રમાણે ગુરૂના મુખથી પિતાને પૂર્વભવ સાંભળી મેઘનાદ રાજા અત્યંત હર્ષ પામે, અને રાણી સહિત શ્રાવકના વ્રતને અંગીકાર કરી પિતાને ઘેર ગયે. સંપૂર્ણ દિવ્ય ભેગની સમૃદ્ધિને ભેગવતાં અને સુખસાગરમાં મગ્ન થયેલા તે રાજાએ લાખ વર્ષ સુધી રાજ્યનું પાલન કર્યું. અનુક્રમે ભેગાવળી કર્મનો ક્ષય કરી, પિતાના પુત્રને રાજય આપી, વૈરાગ્ય ગુણથી રજિત થઈ, ગુરૂની પાસે જઈ રાણુ સહિત મેઘનાદ રાજાએ દીક્ષા ગ્રહણ કરી. અનુક્રમે કમ રૂપી મળને નાશ કરી કેવળ જ્ઞાન પ્રાપ્ત કરી તે બન્ને મક્ષ પદને પામ્યા. શ્રીજિનેશ્વરે કહેલા વચન ઉપર શ્રધ્ધા રાખવા રૂપ સમકિતનું સેવન કરી મેઘનાદ રાજાએ ભવ્ય જીની સભામાં તથા સિધ્ધની શ્રેણીમાં દુર્લભ એવું પિતાનું નામ લખાવ્યું, તે જ પ્રમાણે હે સજજને! તમે પણ આ લોક અને પરલોકની સુખ સમૃદ્ધિ ને આપનારૂં સમકિત પ્રાપ્ત કરે.
આ પ્રમાણે શ્રી તપગચ્છ રૂપી આકાશમાં સૂર્ય સમાન મહેપાધ્યાય શ્રીધર્મસિંહ ગણિના શિષ્ય ઉપાધ્યાય શ્રી ઇંદ્રહાસ ગણિએ રચેલી આ ઉપદેશ કટપવલી નામની ટીકાને વિષે પહેલી શાખામાં સમકિતના અંગીકાર ઉપર શ્રીમેઘનાદ રાજાના ચરિત્રનું વર્ણન કરવા વડે ત્રીજો પલવ સમાપ્ત થયે.