SearchBrowseAboutContactDonate
Page Preview
Page 50
Loading...
Download File
Download File
Page Text
________________ (૩૮) પલવ ૪. જેના સર્વે અર્થે સિદ્ધ થયા છે અને જે પ્રભુ નિરંતર વાંછિત દાન આપવાથી સરૂષોને આનંદ આપનારા છે, એવા સિદ્ધાર્થ માતાના પુત્ર અભિનંદન સ્વામી આનંદ પામે. સમકિતનું સ્વરૂપ કહ્યા પછી હવે આ ચેથા પલ્લવમાં શ્રાવકને કરવાનું સામાયિક નામનું ચોથું દ્વાર કહે છે, છબ્રિણ ગાવદરમિ , લઘુત્ત રોફ પરિવ” | વ્યાખ્યા- હે શ્રાવકે ! તમે છ પ્રકારના આવશ્યકને વિષે અવશ્ય કરવા લાયક ક્રિયાને વિષે હમેશાં ઉઘમવંત થાઓ” આવશ્યકના છ ભેદ આ પ્રમાણે છે–સામાયિક ૧, ચતુર્વિશતિ સ્તવ ૨, વંદન ૩, પ્રતિકમણ ૪, કાસમાં પ, અને પચ્ચખાણ ૬. તેમાં સામાયિકમાં સાવઘ કમની નિવૃત્તિ થાય છે ૧, ચતુર્વિશતિ સ્તવમાં જિનેશ્વરના ગુણનું કીર્તન છે ૨, વંદનકમાં જ્ઞાનાદિક ગુણવાળા ગુરૂની સેવા છે ૩, પ્રતિક્રમણમાં જ્ઞાનાચારાદિકમાં લાગેલા અતિચારની નિદા છે ૪, કાયેત્સર્ગ વડે ત્રણની ચિકિત્સા કરવાના ન્યાયે કરીને લાગેલા અતિચારે દૂર કરાય છે ૫, અને પ્રત્યાખ્યાન વડે મૂળ ગુણ અને ઉત્તર ગુણની અતિચાર રહિત સેવા ( આરાધના) થાય છે કે, તે વિષે ચતુઃ શરણુ પ્રકીર્ણકમાં કહ્યું છે કે – “સાવઘગની વિરતિ ૧,જિનેવરનું કીર્તન ૨, ગુણવાનની સેવા ૭,ખલિત(અતિચાર)ની નિંદા ૪,ત્રણની ચિકિત્સા-અતિચાર દૂરકરવાને ઉપાય ૫ અને મૂળ તથા ઉત્તર ગુણેને ધારણ કરવા તે ૬. (આ છ પડાવશ્યકનાં કાર્યો છે.” તેમાં પ્રથમ સામાયિકની વ્યાખ્યા કહે છે. સામાયિક શબ્દને અર્થ આ પ્રમાણે છે–સમ એટલે રાગદ્વેષ રહિતપણું હેવાથી સમાન અને અય એટલે ગમન તે સમાચ કહેવાય છે, તે વડે થએલું તે સામાયિક
SR No.007258
Book TitleUpdesh Kalpvalli Bhashantar
Original Sutra AuthorN/A
AuthorIndrahans Gani
PublisherJain Dharm Prasarak Sabha
Publication Year1922
Total Pages354
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size27 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy