________________
૨૬૩ તેના બે ભેદ છે-દ્રવ્યસંવર અને ભાવસંવર. તેમાં કર્મનાં પુદ્ગળની પ્રાપ્તિ જે અટકાવવી તે દ્રવ્યસંવર અને સંસારના કારણરૂપ ક્રિયાએને જે ત્યાગ કરે તે ભાવસંવર કહેવાય છે. જે જે ઉપાયવડે જે જે આશ્રવને ધ થાય તે તે આઘવને રૂંધવામાટે પંડિતોએ તે તે ઉપાય કરવો એગ્ય છે.
તેમાં ક્ષમાવડે ફોધને, માર્દવ વડે માનને, સરલતાવડે માયાને અને સંતોષવડે લેભને રૂંધવો જોઈએ. બુદ્ધિમાન પુરૂષે અસંયમથી વૃદ્ધિ પામેલા વિષતુલ્ય વિષયોને અખંડ સંયમવડે દૂર કરવા એગ્ય છે. ત્રણ ગુપ્તવડે ત્રણ ગાન, અપ્રમાદવડે પ્રમાદને અને સાવદ્ય વ્યાપારના ત્યાગવડે અવિરતિને રોકવી જોઈએ સંવરને માટે ઉદ્યમ કરનાર પુરૂષે સદર્શનવડે મિથ્યાત્વને અને ચિત્તના શુભ થાનવડે આતરોદ્ર ધ્યાનને વિજય કર જોઈએ.”
પૂર્વનાં શાસ્ત્રામાં પૂર્વાચાર્યોએ સંવરને જે અર્થ વિસ્તારથી કહો છે, તે પંડિતેઓ ત્યાંથી જ જાણી લે. નવતત્વવિચારમાં પણ સંવરને વિસ્તાર સત્તાવન ભેદે કહે છે, તે વિદ્વાનોના મનને હરણ કરે તે છે. તે આ પ્રમાણે – - પાંચ સમિતિ, ત્રણ ગુપ્તિ, બાવીશ પરિષડ, દશ પ્રકારે યતિધર્મ, બાર ભાવના અને પાંચ ચારિત્ર–એ સત્તાવન પ્રકારે સંવર છે. સંક્ષેપ રૂચિવાળા પ્રાણીઓને બંધ થવામાટે આ સંવરની સંગ્રહમાથાને કાંઈક અર્થ બતાવે છે.–ગાડાની ધુંસરી જેટલી લાંબી દષ્ટિ રાખી પગ મૂકવાને ઠેકાણે પણ જોઈને ચાલતાં જતુની રક્ષા થવાથી પહેલી ઈર્યાસમિતિ કહેવાય છે. ૧. ધર્મનું પિષણ કરનાર, નિર્દોષ અને પાપ રહિત વચન બોલનાર પુરૂષને બીજી ભાષાસમિતિ હેય છે. ૨. સુડતાળીશ દેષ રહિત ભિક્ષાનું ભજન કરતા સાધુને ત્રીજી એષણાસમિત હોય છે. ૩. આસન વિગેરે વસ્તુઓ પ્રતિલેખના પૂર્વક લેવી અને મૂકવી એ ચેથી આદાનનિક્ષેપ સમિતિ કહેવાય છે. ૪. જંતુરહિત સ્થાનમાં મળ, મૂત્ર, લેબ વિગેરેને ત્યાગ કરનારા સાધુને પંડિતાએ પાંચમી ઉત્સગ (પારિષ્ઠાપનિકા ) સમિતિવાળા કહ્યા છે. પ. જે મહાત્માનું મન માચ્ય રૂપી વનમાં વિશ્રાંતિ પામેલું