________________
२१२
પલવ ૨૮ મો. ભાવશત્રુના સમૂહથી નહીં છતાયેલા અને ભવ્ય પ્રાણીઓના પાપને નાશ કરનારા મહાવિદેહમાં વિચરતા જિનેશ્વરે મનને આ નંદ આપનાર થાઓ. ઉપર વિવેક ગુણ કહ્યા. હવે સંવર નામનું અઠ્ઠાવીસમું દ્વાર કહે છે
“સંવર’ રૂતિ બાહ્ય અને અત્યંતર સર્વ પરિગ્રહને જે ત્યાગ તે સંવર કહેવાય છે. તેને વિષે એક્ષપદને ઈચ્છનાર પંડિતાએ નિરંતર યત્ન કરો. એ સંવરને અક્ષરાર્થ કર્યો. હવે વિસ્તરાર્થ કહે છે –
વિસ્તરાર્થ–સર્વ મિથ્યા દર્શન એ પહેલું આશ્રયદ્વાર છે, અને કષાયાદિક સર્વે બીજા દ્વારે છે. એ સર્વ આશ્રવધારેને જે નિરોધ કરે તે સંવર કહેવાય છે. તે સંવર પુણ્યના પોષણવડે અને પાપના શોષણવડે વારંવાર ભાવવા લાયક છે. ત્રણ કરેડ ગ્રંથના રચનાર શ્રી હેમચંદ્ર આચાર્યે યેગશાસ્ત્રને વિષે સંવરનું સ્વરૂપ આ પ્રમાણે કહ્યું છે.
મન,વચન અને કાયાની ક્રિયા એગ કહેવાય છે તેગો પ્રાણીઓને શુભાશુભ કર્મ આ-ચતરફથી, સવે છે-ઝરે છે-ઉત્પન્ન કરે છે, તેથી તે આશ્ર કહેવાય છે. તેમાં મૈત્રી વિગેરે ચાર ભાવનાથી વાસિત થયેલું ચિત્ત શુભ કર્મને ઉત્પન્ન કરે છે, અને તેજ ચિત્ત જે કષાય અને વિષયાદિકથી વ્યાપ્ત થયું હોય તે તે અશુભ કમને વિસ્તારે છે. સમ્યક કૃતજ્ઞાનને આશ્રય લઈને બોલેલું વચન શુભકર્મને ઉપર્જન કરે છે, અને તેથી વિપરીત એટલે મિથ્યાજ્ઞાનના આશ્રયવાળું વચન અશુભ કર્મના અર્જન માટે થાય છે. તયા સારી રીતે ગેપવી રાખેલા-નિયમિત રાખેલા શરીરવડે પ્રાણ શુભકર્મને સંચય કરે છે, અને નિરંતર જંતુને ઘાત કરનારા આરંભાવિડ અશુભ કર્મ બાંધે છે. કષાય, વિષય, ગ, પ્રમાદ, અવિરતિ, મિથ્યાત્વ, આર્તધ્યાન અને રદ્રધ્યાન આ સર્વે અશુભ કર્મ ઉપાર્જન કરવાના હેતુ છે. આ સર્વ આવેને જે નિરોધ કરે તે સંવર કહેવાય છે.