________________
કે “જે કે સમુદ્રની ભરતીના મોટા તરંગોએ ઉછાળેલું રત્ન કદાચ ગિરિનદીમાં જાય છે, તે પણ ફરીથી પ્રવાહમાગે થઈને તે સમુદ્રમાંજ પાછું આવે છે.” રાજાએ તે ફળ ઓળખી ગુણિકા વિગેરેને પૂછવાથી તે ફળનું આગમન કારણ જાણ્યું. પછી તે હકીક્તથી વૈરાગ્ય પામી તે એક કાવ્ય બે –“ જે રાણીનું હું નિરંતર ચિંતવન કરૂં છું, તે મારા પર વિરાગી છે, તે રાણું અન્ય જનને ઈચ્છે છે, તે જન પણ અન્ય સ્ત્રી (વેશ્યા) ને વિષે આસક્ત છે, અને તે વેશ્યા મારા પર આસક્ત છે. તે તે રાણીને, તે મહાવતને, તે કામદેવને, તે વેશ્યાને અને મને પણ ધિક્કાર છે.” આ પ્રમાણે વિચારતાં રાજાને વિવેક ઉત્પન્ન થયે. તેથી તેણે શંગાર શતક, નીતિ શતક અને વૈરાગ્ય શતક એ પ્રમાણે સે સે પ્લેકના ત્રણ શતકે બનાવ્યા. પછી તેણે રાજ્યને ત્યાગ કરી તાપસ વ્રત ગ્રહણ કર્યું.
ઇતિ ભતૃહરિ કથા આ દૃષ્ટાંતથી લૈકિક વિવેક દેખાડો. કેત્તર વિવેક જિનેશ્વર ની આજ્ઞા રૂપ છે, અને તે શ્રમણોપાસક (શ્રાવક) ને વાણીના વિષયવાળો હોય છે. તથા સિદ્ધાંતમાં જે પ્રમાણે સૂત્રપાઠ હોય તે જ પ્રમાણે તેને ઉચ્ચાર કરવો અથવા તેનું શ્રવણ કરવું તે ભવરૂપી સમુદ્રને તારનાર જ્ઞાન સંબંધી વિવેક કહેવાય છે. આ વિવેક ગતમાદક ગણધરને સમ્યક અર્થવાળી દ્વાદશાંગીને પ્રકાશ કરવાથી સંપૂર્ણ રીતે હતે, એમ જાણવું. આ રીતે વાણીરૂપી લક્ષ્મીના વિષયવાળો. વિવેક ગુણ ધારણ કરવા યોગ્ય છે, કારણ કે તેનાથી જ અનેક માનુષ્ય ભવસાગર તરીને મેક્ષ પદ પામ્યા છે.
ઈતિ શ્રી તપગચ્છરૂપી આકાશમાં સૂર્ય સમાન મહેપાધ્યાય શ્રીધર્મહંસ ગણિના શિષ્ય ઉપાધ્યાય શ્રીઈદ્રહંસ ગણિએ રચેલી શ્રીઉપદેશક૫વલ્લી નામની ટીકાને વિષે ચોથી શાખામાં વિવેક ગુણ ઉપર ભતૃહરે રાજાના વર્ણનરૂપ સતાવીશમો પલ્લવ સમાપ્ત.